Mumbai Airport પર ફોટોગ્રાફરે પૂછ્યા હાલચાલ, તો અપશબ્દો બોલવા લાગ્યો કપિલ શર્મા, જુઓ Video

Kapil Sharma On Wheel Chair: સોમવારે કોમેડિયન કપિલ શર્મા એરપોર્ટ પર વ્હીલચેર પર જોવા મળ્યો હતો. કપિલને આમ જોઈ તેના ફેન્સમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 

Mumbai Airport પર ફોટોગ્રાફરે પૂછ્યા હાલચાલ, તો અપશબ્દો બોલવા લાગ્યો કપિલ શર્મા, જુઓ Video

મુંબઈઃ કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) સોમવારે એરપોર્ટ પર વ્હીલચેરમાં બેસીને બહાર આવતો જોવા મળ્યો હતો. તેની આ તસવીરો સામે આવતા ફેન્સમાં હલચલ મચી ગઈ છે. ફેન્સ કપિલના સ્વાસ્થ્યને લઈને પરેશાન છે. ઘણા લોકો ટ્વીટ કરી તેના સ્વાસ્થ્ય વિશે પૂછી રહ્યા છે. ફેન્સ જ નહીં અન્ય લોકો પણ કપિલને વ્હીલચેર પર બેઠેલો જોઈને ચોંકી ગયા છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં ફોટોગ્રાફર્સના સવાલ પર કપિલ શર્મા ભડકી ઉઠે છે.

કપિલને આવ્યો ગુસ્સો
ફોટોગ્રાફર્સ કપિલ શર્મા (Kapil Sharma) ને ફોટો પાડે છે અને તેના સ્વાસ્થ્ય વિશે પૂછે છે. સૌથી પહેલા ફોટોગ્રાફર્સ કપિલનો ફોટો લેતા તેના હાલચાલ જાણે છે. ફોટોગ્રાફર કહે છે- કપિલ સર કેમ છે... સર વીડિયો લઈ રહ્યાં છીએ... ત્યારબાદ કપિલ કહે છે- ઓ પાછળ હટો તમે બધા. ત્યારબાદ ફોટોગ્રાફર્સ કહે છે- ઓકે સર... થેંક્યૂ સર... કપિલ પોતાનો ગુસ્સે દેખાડતા કહે છે- ઉલ્લૂ કે પઠ્ઠે.... તેની આ વાત સાંભળીને ફોટોગ્રાફર સકહે છે- સર રેકોર્ડ થઈ ગયું છે. તેના પર કપિલ કહે છે- હા કરી લો રેકોર્ડ.. તમે તોછડાઈ કરો છો. કપિલનું આ વર્તન જોઈ ફોટોગ્રાફર્સ કહે છે- સર તમે રિક્વેસ્ટ કરી હોત તો અમે પાછળ હટી ગયા હોત.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Voompla (@voompla)

કપિલનું આ વર્તન લગભગ પ્રથમવાર જોવા મળ્યું છે. કપિલ આ પહેલા ઘણીવાર મીડિયા અને ફેન્સને મિલનસાર અંદાજમાં મળ્યો છે. પરંતુ તેનું આ વલણ અલગ હતું. હાલમાં વ્હીલચેર પર બેસવાનું કારણ સામે આવ્યુ નથી. 

Kapil

ફેન્સને પણ થઈ કપિલની ચિંતા
કપિલનો આ ફોટો ફેન્સને બેચેન કરી રહ્યો છે. એક યૂઝરે ટ્વીટ કર્યુ, 'તમને શું થયુ કપિલ જી? તમારો વ્હીલચેર વાળો ફોટો જોયો. તમે બરાબર છો ને. પ્લીઝ તમારૂ ધ્યાન રાખો.' તો ટ્વિટર પર અન્ય ચાહકોએ પણ કપિલના સ્વાસ્થ્ય પર ચિંતા વ્યક્ત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news