કરિશ્માની આ નાનકડી ટબુડી હવે થઈ ગઈ છે 13 વર્ષની સુપર સ્ટાઇલિશ ટીનેજર, જુઓ લેટેસ્ટ PICS

હાલમાં કરિશ્મા કપૂર તેની દીકરી સાથે મુંબઈ ખાતે જોવા મળી હતી

કરિશ્માની આ નાનકડી ટબુડી હવે થઈ ગઈ છે 13 વર્ષની સુપર સ્ટાઇલિશ ટીનેજર, જુઓ લેટેસ્ટ PICS

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને તેની 13 વર્ષની દીકરી સમાયરા કપૂર રવિવારે મુંબઈમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેની કેમિસ્ટ્રી જબરદસ્ત હતી. આ માં-દીકરીમાં કરિશ્માની દીકરી તેના ગ્લેમરસ અને સ્ટાઇલિશ લુકને કારણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ સાબિત થઈ હતી. સમાયરાએ બ્લુ રંગનું શોર્ટ જિન્સ પહેર્યું હતું જેમાં તે સુપર સ્ટાઇલિશ દેખાતી હતી. કરિશ્માની દીકરી ભાગ્યે જ બોલિવૂડમાં સાથે જોવા મળે છે. થોડા સમય પહેલાં કરિશ્માએ પતિ સંજય કપૂર સાથે ડિવોર્સ લીધા છે અને પછી તેમના બાળકો દીકરી સમાયરા તેમજ દીકરો કિયાન બંને કરિશ્મા સાથે જ રહે છે. 

મળતી માહિતી પ્રમાણે કરિશ્મા હાલમાં બિઝનેસમેન સંદીપ તોશનીવાલ સાથે એક રિલેશનશીપમાં છે. મળતી માહિતી પ્રમાણે કરિશ્મા માટે સંદીપે પોતાની પત્ની સાથે ડિવોર્સ પણ લઈ લીધા છે. હાલમાં તો કરિશ્મા અને સંદીપની રિલેશનશીપ ચાલી રહી છે જ્યારે તેના પતિ સંજયે પોતાની ખાસ મિત્ર પ્રિયા સચદેવા સાથે લગ્ન કરી લીધા છે.

કરિશ્મા-સંજયની દીકરી સમાયરાએ 2015માં શોર્ટ ફિલ્મ ‘બી હેપ્પી’ બનાવી હતી. આ ફિલ્મનું સ્ક્રિનિંગ 19મા ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવ્યું હતું. આ પછી સમાચાર આવ્યા હતા કે સમાયરા પણ બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news