'લાલ કપ્તાન'ના ટ્રેલરમાં ખતરનાક લુકમાં જોવા મળી રહ્યો છે સેફ અલી ખાન

સેફ અલી ખાનની ફિલ્મ 'લાલ કપ્તાન' ચર્ચામાં છે અને ફેન્સ તેના રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. હવે તેના ટ્રેલરનો પ્રથમ ભાગ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

'લાલ કપ્તાન'ના ટ્રેલરમાં ખતરનાક લુકમાં જોવા મળી રહ્યો છે સેફ અલી ખાન

નવી દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી સેફ અલી ખાનની ફિલ્મ 'લાલ કપ્તાન' ચર્ચામાં છે અને ફેન્સ તેના રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. હવે તેના ટ્રેલરનો પ્રથમ ભાગ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મમાં સેફ અલી ખાન અને સોનાક્ષી સિન્હા લીડ રોલમાં હશે. આ ટ્રેલરના પાર્ટમાં સેફ અલી ખાનની ઝલક જોઈને તમે ટ્રેલરના બીજા ભાગની રાહ જોશો. 

ટ્રેલરના આ પ્રથમ ભાગને 'ધ હંટ' નામ આપવામાં આવ્યું છે. ફિલ્મમાં સેફ અલી ખાન નાગા સાધુના અવતારમાં જોવા મળી રહ્યો છે અને લોકોનું કત્લ કરતો જોવા મળી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં તમને સેફ અને સોનાક્ષીનું નરેશન પણ સંભળાશે. 

આ ફિલ્મને થુંબાડ અને રાંઝના જેવી ફિલ્મના મેકર્સે બનાવી છે અને તેનું ડાયરેક્શન 'NH10' ફેમ ડાયરેક્ટર નવદીપ સિંહે કર્યું છે. ફિલ્મમાં તમને જોયા હુસૈન અને માનવ વિજ જેવા કલાકાર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ એક નાગા સાધુના બદલા પર આધારિત છે. આ ફિલ્મ 18 ઓક્ટોબરે રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news