આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા બોલીવુડના આ ખલનાયકનું નિધન

1980 અને 1990ના દાયકામાં એક લોકપ્રિય અભિનેતા પોતાની શરીર અને લંબાઈ માટે જાણીતા હતા. 
 

આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા બોલીવુડના આ ખલનાયકનું નિધન

નવી દિલ્હીઃ બોલીવુડના 'ખલનાયક' મહેશ આંનદ પોતાના અંધેરી સ્થિત ઘરમાં શનિવારે સવારે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. તેમની ઉંમર 57 વર્ષ હતી. પોલીસે કહ્યું કે, ઘણા વર્ષોથી એકલા રહેતા હતા અને બેરોજગાર આનંદનું મોત સંભવતઃ બે દિવસ પહેલા થયું હતું અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યું છે, જેથી મૃત્યુનો સમય અને કારણ જાણી શકાય. 

(ફોટો સાભારઃ @FilmHistoryPic/Twitter)

19980 અને 1990ના દાયકામાં એક લોકપ્રિય અભિનેતાને પોતાની શરીર અને કદ માટે જાણવામાં આવતા હતા. તેમણે ઘણી ફિલ્મોમાં મુખ્ય ખલનાયકની ભૂમિકા નિભાવી હતી, પરંતુ ઘણા વર્ષોથી તેઓ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં હતા. 

(ફોટો સાભારઃ @FilmHistoryPic/Twitter)

આનંદે અમિતાભ બચ્ચન, દોવિંદા, સંજય દત્ત જેવા અભિનેતાઓ સાથે ગંગા જમુના સરસ્વતી, શાહંજાહ (1988), મજબૂર (1989), થાનેદાર (1990), બેતાજ બાદશાહ (1994), કુલી નં-1 (1995), વિજેતા (1996), લાલ બાદશાહ, આયા તૂફાન (1999), બાગી અને કુરૂક્ષેત્ર (2000), પ્યાર કિયા નહીં જાતા (2003) જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. 

(ફોટો સાભારઃ @FilmHistoryPic/Twitter)

15 વર્ષના લાંબા સમય બાદ તેઓ હાલમાં પહલાજ નિતલાનીની રંગીલા રાજામાં ગોવિંદા સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. એક અધિકારીએ કહ્યું કે, વર્સોવા પોલીસે આકસ્મિત મોતનો મામલો નોંધી લીધો છે અને આનંદની બહેનને આ વિશે જાણ કરવામાં આવી હતી, જે મુંબઈમાં રહે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news