મલાઇકા અરોરાએ શેર કરી વોડકા પેનકેકની રસપ્રદ રેસિપી, જેને બનાવવામાં જોશે આ 4 વસ્તુ

Malaika Arora Shared vodka pancakes recipe: મલાઇકા અરોરાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વોડકા પેનકેક બનાવવાની રીત જણાવી છે. તેણે જણાવ્યું કે, તેને બનાવવા માટે કઈ-કઈ વસ્તુની જરૂર પડશે. 
 

 મલાઇકા અરોરાએ શેર કરી વોડકા પેનકેકની રસપ્રદ રેસિપી, જેને બનાવવામાં જોશે આ 4 વસ્તુ

નવી દિલ્હીઃ મલાઈકા અરોરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક લેટેસ્ટ ફોટો શેર કર્યાં છે, જેમાંથી એક વોડકા વાળો પેનકેક પણ છે. મહત્વનું છે કે મલાઈકાએ લૉકડાઉનમાં કિચનમાં ખુબ સમય પસાર કર્યો છે અને ઘણા પ્રકારની ડિશ ટ્રાય કરી છે. આ વખતે તેણે જે રેસિપી શેર કરી છે તે ખુબ રસપ્રદ અને ટ્વીસ્ટ વાળી છે. 

મલાઈકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પેનકેક રેસિપી શેર કરી છે, જેમાં ઉપયોગ થનાર એક આઇટમ વોડકા પણ છે. પરંતુ તેણે તે પણ જણાવ્યું કે, આ રેસિપીમાં વોડકાનો ઉપયોગ કેમ થશે. તેણે પોતાના પોસ્ટમાં આ પેનકેકમાં ઉપયોગ થતી સામગ્રિઓનું લિસ્ટ લખ્યું છે, જેમાં- લોટ, ઇંડા, દૂધ અને વોડકાનું પણ નામ લખ્યું છે. 

NBT

ત્યારબાદ તેણે તેને બનાવવાની રીત શેર કરતા લખ્યુ છે
1. સૌથઈ પહેલા એક વાસણમાં લોટ, ઇંડા અને દૂધ લો.
2. ત્યારબાદ વોડકા પી લો. 

જ્યારે વ્હીલચેર પર બેસીને એવોર્ડ લેવા પહોંચ્યા હતા સૂરમા ભોપાલી, ફોટો વાયરલ

છે ને ફની અને મજેદાર રેસિપી? મલાઇકા આ દિવસોમાં લૉકડાઉનમાં પોતાના ઘર અને મુંબઈમાં વરસાદની સીઝનની મજા માણી રહી છે. થોડા દિવસ પહેલા તેણે આવો જ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણે આ વીડિયોમાં કહ્યું કે, લૉકડાઉન ખુલવાનો મતલબ તે નથી કે શું તમે નિયમને ભૂલીને ઘરમાંથી નિકળી પડશો પરંતુ તમારે તેનેફોલો કરવા જોઈએ જેથી તમે ખુદને સુરક્ષિત રાખી શકો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news