જ્યારે વ્હીલચેર પર બેસીને એવોર્ડ લેવા પહોંચ્યા હતા સૂરમા ભોપાલી, ફોટો વાયરલ

જગદીપને તેમના કોમિક રોલ્સ માટે ઓળખવામાં આવે છે. કોમિક ભૂમિકામાં જગદીપનો કોઈ મુકાબલો નહતો. તેમની કોમિક ટાઇમિંગ જબરદસ્ત હતી. પોતાના કરિયરમાં જગદીપે 400થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું. 
 

જ્યારે વ્હીલચેર પર બેસીને એવોર્ડ લેવા પહોંચ્યા હતા સૂરમા ભોપાલી, ફોટો વાયરલ

નવી દિલ્હીઃ દિગ્ગજ કોમેડિયન અને અભિનેતા જગદીપ (Veteran comedian and actor Jagdeep)નું બુધવારની રાત્રે નિધન થયુ છે. તેઓ 81 વર્ષના હતા. સૂરમા ભોપાલીના નામથી જાણીતા જગદીપના નિધનથી બોલીવુડમાં શોકનો માહોલ છવાયો છે. જગદીપજીએ હિન્દી સિનેમામાં આપેલા યોગદાનને ભૂલી શકાય નહીં. 

વ્હીલચેર પર બેસીને પહોંચ્યા હતા છેલ્લો એવોર્ડ લેવા
2019માં જદગીપને  IIFA એવોર્ડસમાં વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. જગદીપને હિન્દી સિનેમામં તેમને શાનદાર યોગદાન માટે આઈફા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જગદીપને આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યૂશન ટૂ ઈન્ડિયન સિનેમાનો એવોર્ડ ડાયરેક્ટર રમેશ સિપ્પી અને અભિનેતા રણવીર સિંહે આપ્યો હતો. ત્યારે જગદીપ આઈફાના મંચ પર વ્હીલચેરમાં બેસીને એવોર્ડ લેવા પહોંચ્યા હતા.  IIFAમાં બધા અભિનેતાઓએ મળીને જગદીપને ટ્રિબ્યૂટ આપ્યું હતું. સ્ટેજ પર જગદીપની સાથે તેમનાપુત્ર જાવેદ જાફરી, નાવેદ જાફરી અને તેમની પૌત્રી મીનાજ જાફરી હાજર હતી. 

— IIFA (@IIFA) September 18, 2019

જગદીપને તેમના કોમિક રોલ્સ માટે ઓળખવામાં આવે છે. કોમિક ભૂમિકામાં જગદીપનો કોઈ મુકાબલો નહતો. તેમની કોમિક ટાઇમિંગ જબરદસ્ત હતી. પોતાના કરિયરમાં જગદીપે 400થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું. તેમણે નાની ઉંમરે ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવાનું શરૂ કરી દીધુ હતુ. ફિલ્મ શોલેમાં તેમના દ્વારા નિભાવવામાં આવેલ ભૂમિકા સૂરમા ભોપાલી આજ સુધી લોકો વચ્ચે પોપ્યુલર છે. 

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે જગદીપનો 'છેલ્લો VIDEO', જોઈને ભાવુક થઈ જશો

જગદીપનું સાચુ નામ સૈય્યદ ઇશ્તિયાક અહમદ જાફરી હતું. તેમણે પોતાના કરિયરની શરૂઆત બીઆર ચોપડાની ફિલ્મ અફસાનાથી બાળ કલાકારના રૂપમાં કરી હતી. પોતાના શાનદાર અભિનય દ્વારા જગદીપે ઘણા એવોર્ડ જીત્યા હતા. તેમનું નિધન બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝ માટે એક ક્ષતિ છે. આ વર્ષે બોલીવુડે પોતાના ઘણા કલાકારોને ગુમાવ્યા છે. આ યાદીમાં જગદીપનું નામ પણ જોડાઇ ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news