ફિલ્મ 83: બલવિંદર સિંહ સંધૂની ભૂમિકામાં એમી વિર્ક, પોસ્ટર થયું રિલીઝ

અત્યાર સુધી ફિલ્મના અલગ-અલગ કેરેક્ટરના પોસ્ટર રિલીઝ થઈ ચુક્યા છે અને સોમવારે પૂર્વ ક્રિકેટર બલવિંદર સિંહ સંધૂના રોલમાં જોવા મળનારા એમી વિર્કનું પોસ્ટર રિલીઝ થયું છે. 

ફિલ્મ 83: બલવિંદર સિંહ સંધૂની ભૂમિકામાં એમી વિર્ક, પોસ્ટર થયું રિલીઝ

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા રણવીર સિંહની આવનારી ફિલ્મ '83'ને લઈને અત્યારથી ફેન્સમાં ખુબ ઉત્સુકતા છે. ફિલ્મ 19833માં રમાયેલા ક્રિકેટ વિશ્વ કપ પર આધારિત છે અને તે સમયે જેટલા ખેલાડીઓ ભારતીય ટીમમાં હતા, ફિલ્મમાં તે બધાના કેરેક્ટર જોવા મળશે. 

અત્યાર સુધી ફિલ્મના અલગ-અલગ કેરેક્ટરોના પોસ્ટર રિલીઝ થઈ ચુક્યા છે અને સોમવારે પણ પૂર્વ ક્રિકેટર બલવિંદર સિંહ સંધૂના રોલમાં જોવા મળનારા એમી વિર્કનું પોસ્ટર રિલીઝ થયું છે. 

રણવીરે શેર કર્યું પોસ્ટર
પોસ્ટર શેર કરતા રણવીરે લખ્યું, 'સ્વિંગઇન સરદારજી!! બલવિંદર સિંહ સંધૂના રોલમાં એમી વિર્ક.. આ મારા માટે ખાસ છે કારણ કે દિલ દા રાજા અમરિંદર અમારા પ્રેમાળ કોચ સંઘૂ સરની ભૂમિકા ભજવી રહ્યો છે. તેના કારણે અમે બધા સારા ક્રિકેટર બન્યા. બંન્ને અસલી કેરેક્ટર છે, ઓન અને ઓફ સ્ક્રીન.'

આ અભિનેતાઓનું પોસ્ટર થયું રિલીઝ
સંધૂ, 83 ટીમના કોચ રહી ચુક્યા છે, તેમને ઇન-સ્વિંગર બોલિંગ સ્ટાઇલ માટે પણ ઓળખવામાં આવે છે. તેમની પહેલા સુનીલ ગાવસ્કરની ભૂમિકામાં તાહિર રાજ ભસીન, કે. શ્રીકાંતની ભૂમિકામાં જીવા, મોહિન્દર અમરનાથના રૂપમાં સાકિબ સલીમ, યથપાલ શર્માની ભૂમિકામાં જતિન સરના, સંદીપ પાટિલના રૂપમાં ચિરાગ પાટિલ, કીર્તિ આઝાદના રૂપમાં દિનકર શર્મા, રોજર બિન્નીના રૂપમાં નિશાંત દહિયા, મદન લાલની ભૂમિકામાં હાર્ડી સંધૂ અને સૈયદ કિરમાણીના રૂપમાં સાહિલ ખટ્ટરના ફર્સ્ટ લુકનું પોસ્ટર રિલીઝ થઈ ચુક્યા છે. 

— Ranveer Singh (@RanveerOfficial) January 20, 2020

10 એપ્રિલે રિલીઝ થશે ફિલ્મ
મહત્વનું છે કે '83' સિનેમાઘરોમાં 10 એપ્રિલ 2020ના રિલીઝ થશે. ફિલ્મમાં કપિલ દેવની ભૂમિકામાં રણવીર તો તેમના પત્ની રોમી ભાટિયાની ભૂમિકામાં દીપિકા પાદુકોણ જોવા મળશે. બંન્નેની લગ્ન બાદ આ પ્રથમ ફિલ્મ છે. ફિલ્મનું દિગ્દર્શન કબીર ખાન કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news