જ્યારે તનુશ્રી બની ગઈ હતી નાના પાટેકરની 'દિકરી', કોણ સાચું કોણ ખોટું નક્કી કરો VIDEO જોઈને
તનુશ્રીએ એક્ટર નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ મૂક્યો છે
Trending Photos
નવી દિલ્હી : બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ એક્ટર નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે. આ ઘટના 2008માં બની હતી અને એ સમયે નાના પાટેકરે કરેલી પ્રેસ કોન્ફરન્સની વીડિયો વાઇરલ બન્યો છે. આ વીડિયોમાં નાના પાટેકર એક્ટ્રેસ તનુશ્રીને 'દિકરી' કહે છે. હવે આ જુનો પ્રેસ કોન્ફરન્સનો વીડિયો વાઇરલ બન્યો છે.
2008માં નાના પાટેકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મને આ મામલામાં કંઈ ખબર નથી અને જે વાત કરવી હોય એ પ્રોડ્યુસર અને ડિરેક્ટર સાથે કરવામાં આવે. હવે જ્યારે તનુશ્રીએ આ મામલો ફરી ઉઠાવ્યો છે ત્યારે પ્રેસ કોન્ફરન્સનો વીડિયો વાઇરલ બન્યો છે.
બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ હાલમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વર્ષ 2008માં ‘હોર્ન ઓકે પ્લીઝ’ ફિલ્મના સેટ પર એક્ટર નાના પાટેકરે તેની સાથે ઘણી વાર છેડછાડ કરી હતી. ત્યારે નાના પાટેકરે આ આરોપને નાકાર્યો હતો. બોલિવૂડમાં ‘#Meetooમીટૂ’ અભિયાન પર ચર્ચા ચાલી રહી છે ત્યારે તનુશ્રી દત્તાએ 10 વર્ષ જૂની ઘટનાનો ખુલાસો કર્યો અને સ્પષ્ટપણે નાના પાટેકરનું નામ લીધું હતું. આ પછી સોશિયલ મીડિયા અને અન્ય મીડિયા મંચ પર આ મામલે ઘણી ચર્ચાઓ થઇ રહી છે. 2008માં આ ઘટના પછી તનુશ્રીની ગાડી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને એનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
નાનાએ આ મુદ્દે પોતાની વાત રજૂ કરી છે. મિરર નાઉ સાથે વાત કરતા 67 વર્ષીય નાનાએ તનુશ્રીના તમામ આરોપોને ફગાવી દીધા. તેમણે કહ્યું કે, ‘હું આ વિશે શું કહી શકું કે તે આવું કેમ કહી રહી છે? હું કેવી રીતે જાણી શકું કે, તે આ બધું કેમ બોલી રહી છે? યૌન શોષણથી તેનો મતલબ શું છે? સેટ પર મારી સાથે 200 લોકો રહેતા હોય છે. હું તેની સામે કાયદાકીય પગલાં ભરીશ પણ આ બધું મીડિયાને જણાવવાની જરૂર નથી કારણ કે, તમે તો ગમે તે ચલાવશો. જેને જે કહેવું હોય કહેતા રહે, હું મારું કામ કરીશ.’ જોકે, એ વાત અલગ છે કે નાનાએ હજી સુધી કોઈ નોટિસ નથી મોકલાવી અને પ્રેસ કોન્ફરન્સ સુદ્ધાં નથી સંબોધી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે