અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યાએ ન્યૂયોર્કના રસ્તે બતાવી 'ફિટનેસ', Viral Video
હાલમાં જ્યાં બધા બોલીવુડ સેલિબ્રિટીઝ પોતાની ફિટનેસ, યોગ અને જિમ વીડિયોઝને લઇને ચર્ચામાં રહે છે તો હવે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચની દોહીત્રી નવ્યા નવેલી નંદાનો એક વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. નવ્યા નવેલી નંદા આ વીડિયોમાં ન્યૂયોર્કના રસ્તા પર કસરત કરતી જોવા મળી રહી છે. આ વીડિયોએ બધા બોલીવુડ સેલીબ્રિટીઝને પાછળ છોડી દીધા છે.
Trending Photos
નવી દિલ્હી: હાલમાં જ્યાં બધા બોલીવુડ સેલિબ્રિટીઝ પોતાની ફિટનેસ, યોગ અને જિમ વીડિયોઝને લઇને ચર્ચામાં રહે છે તો હવે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચની દોહીત્રી નવ્યા નવેલી નંદાનો એક વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. નવ્યા નવેલી નંદા આ વીડિયોમાં ન્યૂયોર્કના રસ્તા પર કસરત કરતી જોવા મળી રહી છે. આ વીડિયોએ બધા બોલીવુડ સેલીબ્રિટીઝને પાછળ છોડી દીધા છે.
આમ તો નવ્યા નવેલી નંદાના દરેક ફોટા અને વીડિયો ઇન્ટરનેટ સેંસેશન બનવામાં મોડું થતું નથી. પરંતુ આ વીડિયો તો લોકોને એટલો પસંદ આવી રહ્યો છે કે તે સામે આવતાં જ આ ઝડપથી લાઇક અને શેર થઇ રહ્યો છે.
આ વીડિયોની વાત કરીએ તો તેમાં નવ્યા નવેલી નંદા પોતાને 'ફિટ' રાખવા માટે ખૂબ મહેનત કરતી જોવા મળી રહી છે. આ વીડિયો નવ્યા નવેલી નંદાના ફેન ક્લબના પેજ પરથી ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. લુક્સની વાત કરીએ તો આ વીડિયોમાં નવ્યા નવેલી નંદાએ નિયોન ગ્રીન ટોપ અને ગ્રે ટાઇટ્સ પહેર્યું છે. આ સાથે જ નવ્યાએ વાળની હાઇ પોની ટેલ બનાવી છે. જે તેનાપર ખૂબ સૂટ કરી રહી છે.
તમને જણાવી દઇએ કે અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદાની પુત્રી નવ્યા ભલે બોલીવુડ સ્ટાર નથી પરંતુ સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ ફોલોઇંગ મોટી છે. હાલમાં નવ્યા ન્યૂયોર્કની ફોરડમ યૂનિવર્સિટીથી પોતાનો અભ્યાસ પુરો કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે