આવી ગયું ‘જંગલી’નું નવું ગીત, ઘરમાં બાળક હોય તો જરૂર દેખાડજો...

ફિલ્મ 'કમાંડો' અને 'ફોર્સ'થી જાણીતો થયેલ એક્ટર વિદ્યુત જામવાલ પોતાના એક્શન અને ફિટનેસ વડે બધાનું દિલ જીતી ચૂક્યો છે. હવે આવતી કાલે 29 માર્ચે તેની આગામી ફિલ્મ જંગલી રિલીઝ થવાની છે. આજે આ ફિલ્મનું દોસ્તી ગીત રિલીઝ કરવામાં આવ્યું છે જે બાળકોને બહુ પસંદ પડે એવું છે. 

આવી ગયું ‘જંગલી’નું નવું ગીત, ઘરમાં બાળક હોય તો જરૂર દેખાડજો...

નવી દિલ્હી : ફિલ્મ 'કમાંડો' અને 'ફોર્સ'થી જાણીતો થયેલ એક્ટર વિદ્યુત જામવાલ પોતાના એક્શન અને ફિટનેસ વડે બધાનું દિલ જીતી ચૂક્યો છે. હવે આવતી કાલે 29 માર્ચે તેની આગામી ફિલ્મ જંગલી રિલીઝ થવાની છે. આજે આ ફિલ્મનું દોસ્તી ગીત રિલીઝ કરવામાં આવ્યું છે જે બાળકોને બહુ પસંદ પડે એવું છે. ફિલ્મના તમામ એક્શન સિક્વેંસસ પણ વિદ્યુતે જ પોતે પરફોર્મ કર્યા છે.

ફિલ્મનું લેટેસ્ટ સોન્ગ સાંભળીને તમને પોતાના બાળપણના દોસ્ત યાદ આવી જશે.  આ ગીત વિદ્યુત અને તેમના હાથી મિત્ર ભોલાની દોસ્તી વિશે જણાવશે. આ સોન્ગને મોહન કન્નને ગાયું છે અને મ્યુઝિક આપ્યું છે સમીર ઉદ્દીને.  આ ગીતના શબ્દો  કુમાર સૂર્યવંશીએ લખ્યા છે. ડિરેક્ટર ચક રસલના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'જંગલી' થોડા અલગ કોન્સેપ્ટની ફિલ્મ છે. ફિલ્મનું ટ્રેલર ઓનલાઇન રિલીઝ થઇ ગયું છે. આ ટ્રેલરને જોતાં જ તમને જંગલ બુક યાદ આવી જશે. ફિલ્મ જંગલીમાં વિદ્યુત જામવાલ એક તરફ પોતાની ધુંઆધાર સ્ટન્ટબાજી કરતાં જોવા મળશે. ટ્રેલરની શરૂઆતમાં રાજેશ ખન્નાની ફિલ્મ હાથી મેરે સાથીની ઝલક પણ નજરે પડશે. આ ફિલ્મમાં વિદ્યુતની સાથે જ આશા ભટ્ટ અને પૂજા સાવંત છે. 

જંગલીનું ટ્રેલર અને બાકી સોન્ગ લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. ફિલ્મ 29 માર્ચે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં વિદ્યુત જામવાલ અને તેના બેસ્ટ ફ્રેન્ડ એવા હાથી ભોલાની મિત્રતાની સ્ટોરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news