Confirm : આ એક્ટર સાચી સાબિત કરશે બાપ તેવા બેટાંની કહેવત? પિતા છે બોલિવૂડમાં જામેલા ગુજરાતી એક્ટર

આદિત્યની એન્ટ્રી અનુરાગ કશ્યપની ફિલ્મથી થવાની છે

Confirm : આ એક્ટર સાચી સાબિત કરશે બાપ તેવા બેટાંની કહેવત? પિતા છે બોલિવૂડમાં જામેલા ગુજરાતી એક્ટર

નવી દિલ્હી  : બોલિવૂડમાં આ વર્ષે અનેક સ્ટાર સંતાનોનું આગમન થવાનું છે. માહિતી મળી છે કે મૂળ ગુજરાતી પણ વર્ષોથી બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવી ચુકેલા ધુરંધર એક્ટર પરેશ રાવલનો દીકરો આદિત્ય હવે અનુરાગ કશ્યપની ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહ્યો છે. આ વાતને પરેશ રાવલે પોતે ટ્વીટ કરીને કન્ફર્મ કરી દીધી છે. આદિત્યને ચમકાવતી આ ફિલ્મનું શૂટિંગ અત્યંત ગુપ્ત રીતે 2018માં કાનપુર ખાતે આટોપી લેવાયું છે. 

અનુરાગ કશ્યપ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મ 'બમફાટ'ને રંજન ચંદેલે ડિરેક્ટ કરી છે. રંજન સાથે કામ કરવાના અનુભવ વિશે અનુરાગ કશ્યપે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે રાઇટર અને અસિસ્ટન્ટ તરીકે રંજને લાંબા સમય સુધી મારી સાથે કામ કર્યું છે. પ્રોડ્યુસર અજય રાય અને મેં ગુલાલ તેમજ દેવ ડી જેવી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. હું આદિત્યની ફિલ્મમાં સંપૂર્ણ રીતે શામેલ છું. 

— Paresh Rawal (@SirPareshRawal) January 22, 2019

અનુરાગ કશ્યપની આ ફિલ્મમાં આદિત્ય અને શાલિની પાંડેની જોડી જોવા મળશે. આ લવ સ્ટોરીનું બેકગ્રાઉન્ડ અલ્હાબાદનું છે. ફિલ્મના પ્રોડ્યુસર અજય રાયનો દાવો છે કે ઉત્તર ભારતમાં બમફાદ શબ્દ બહુ ફેમસ છે અને એટલે તેને ફિલ્મનું ટાઇટલ બનાવાયું છે. જોકે આ ફિલ્મ ક્યારેય રિલીઝ થશે એની કોઈ માહિતી મળી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news