ન્યૂડ ફોટો બાદ ચર્ચામાં રણવીર સિંહ, હવે આ અભિનેત્રીએ કહ્યું- મેં તેને ઘણીવાર કપડા વગર જોયો છે

Parineeti On Ranveer: બોલીવુડ અભિનેતા રણવીર સિંહનો ન્યૂડ ફોટો આ દિવસોમાં દરેક જગ્યાએ છવાયેલો છે અને આ ફોટો વચ્ચે પરિણીતિનું એક નિવેદન ખુબ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેણે દાવો કર્યો છે કે તે ઘણીવાર રણવીરને કપડા વગર જોઈ ચુકી છે. 
 

ન્યૂડ ફોટો બાદ ચર્ચામાં રણવીર સિંહ, હવે આ અભિનેત્રીએ કહ્યું- મેં તેને ઘણીવાર કપડા વગર જોયો છે

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી રણવીર સિંહ હંમેશા પોતાના કપડાને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આજકાલ રણવીર પોતાના ન્યૂડ ફોટોશૂટને કારણે છવાયેલો છે. ઘણા લોકોએ તેની પ્રશંસા કરી તો કોઈ તેને ટ્રોલ કરી રહ્યા છે. આ વચ્ચે કો-એક્ટર પરિણીતિ ચોપડાનું એક ઈન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેણે જણાવ્યું કે તે રણવીર સિંહની વેનિટી વેનમાં ન જઈ શકે. તેને અભિનેતાની વેનિટી વેનમાં જતા ડર લાગે છે અને તેની પાછળ જે કારણ જણાવ્યું તે જાણીને તમે પણ ચોંકી જશો. તેણે એક્ટર વિશે એવો ખુલાસો કર્યો કે દીપિકાને પણ ઝટકો લાગી શકે છે.

રણવીરની વેનિટીમાં જતા લાગે છે ડર
પરિણીતિ ચોપડાએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે તેણે ઘણીવાર રણવીર સિંહને કપડા વગર જોયો છે. તમને જણાવી દઈએ કે પરિણીતિ અને રણવીર એક સાથે ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે. તેણે ડેબ્યૂ ફિલ્મ પણ રણવીર સાથે કરી હતી. જેણે જણાવ્યું હતું કે તે કોઈપણ વેનિટીમાં આરામથી જતી રહેતી. પરંતુ રણવીરની વેનિટીમાં જતા પહેલા વિચારવુ પડતું હતું. કારણ કે રણવીર હંમેશા કપડા વગર રહે છે. અભિનેત્રીએ કહ્યું કે, ઘણીવાર એવું થયું છે, જ્યારે તેણે રણવીરને કપડા વગર જોયો છે.

રણવીરને પેન્ટ ઉતારવુ પસંદ
પરિણીતિ ચોપડાએ તે પણ જણાવ્યું કે તે એકવાર મેકઅપ કરી રહી હતી, ત્યારબાદ પાછળ ફરીને જોયુ તો રણવીરે પેન્ટ ઉતારીને રાખ્યું હતું. પરિણીતિનું કહેવું છે કે રણવીરને પબ્લિકમાં પોતાનું પેન્ટ ઉતારવું સારૂ લાગે છે અને લાગે છે કે પરિણીતિ કંઈ ખોટું કહ્યું નથી.

રણવીર પરિણીતિની ફિલ્મો
જો વાત કરીએ રણવીર સિંહના વર્કફ્રંટની તો તે જલદી ફિલ્મ રોકી અને રાની ની પ્રેમ કહાની અને સર્કસમાં જોવા મળશે. અભિનેતાની ફિલ્મ રોકી અને રાની કી પ્રેમ કહાની વર્ષ 2023માં રિલીઝ થશે. પરિણીતિ ચોપડાના વર્કફ્રંટની વાત કરીએ તો તે સૂરજ બડજાત્યાની ફિલ્મ ઉંચાઈમાં જોવા મળવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news