કોન્ડોમ, પૂનમ પાંડે અને એક સવાલ...મચી ગઈ ધમાલ
આ સવાલ પૂનમ પાંડેએ ટ્વીટ કર્યો છે
Trending Photos
નવી દિલ્હી : કિંગફિશર કેલેન્ડર ગર્લ રહેલી ચર્ચાસ્પદ મોડેલ પૂનમ પાંડેને પ્રસિદ્ધિમાં રહેતા સારી રીતે આવડે છે. સોશિયલ મીડિયા પર પૂનમ પાંડે કોઈને કોઈ રીતે ચર્ચામાં રહે છે. હવે તેણે એક એવો સવાલ કર્યો છે કે જેણે તેને ચર્ચાના ચકડોળે ચડાવી છે. પૂનમ પાંડેએ સોશિયલ મીડિયામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મામલે એક વિવાદિત સવાલ પૂછી લીધો છે. હાલમાં પૂનમે ટ્વીટ કરીને પૂછ્યું છે કે, “ખાલી પૂછું છું.. શું કોન્ડોમનો પણ પ્લાસ્ટિક પ્રતિબંધમાં સમાવેશ કરાયો છે.”
Just asking..
Is *CONDOM* included in
Plastic banned Items 🤔🤔🤔 #SachhiKya #JustAsking
— Poonam Pandey (@iPoonampandey) June 25, 2018
આ પહેલા પણ પૂનમે હાલમાં લગાવેલા પ્લાસ્ટિક પ્રતિબંધની ટ્વીટ કરીને મજાક ઉડાવી હતી. તેણે ટ્વિટર પર લખ્યું હતું કે, “પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવાયો છે.. જેણે-જેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે, તેઓ રસ્તામાં ના ફરે.”
Plastic banned ho gya hai.... जिसने जिसने प्लास्टिक सर्जरी की है, वे रास्तेपर ना घुमे। 😨
— Poonam Pandey (@iPoonampandey) June 23, 2018
પોતાની ટવીટને કારણે પૂનમ ફરી ચર્ચાનો વિષય બની ગઈ છે. હાલમાં જ પૂનમ મુંબઈના બાંદરા વિસ્તારમાં જોવા મળી હતી અને તેણે લોન્ગ શર્ટ પહેર્યું હતું. તે પોતાના ડ્રેસને કારણે ફરીથી સમાચારોમાં છવાઈ ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે