Adipurush Trailer Launch: રામાયણની ભવ્ય ગાથાનું ગુણગાન કરતું 'આદિપુરૂષ'નું ટ્રેલર લોન્ચ, ભગવાન રામ અને સીતાની કહાની સાંભળીને આંસુ આવી જશે

Adipurush Trailer Launch: ‘આદિપુરૂષ’ રામના નામમાં લીન ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર ખુબ દમદાર છે અને ફેન્સ તેને ખુબ પસંદ કરી રહ્યાં છે. ફિલ્મ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

Adipurush Trailer Launch: રામાયણની ભવ્ય ગાથાનું ગુણગાન કરતું 'આદિપુરૂષ'નું ટ્રેલર લોન્ચ, ભગવાન રામ અને સીતાની કહાની સાંભળીને આંસુ આવી જશે

નવી દિલ્હીઃ Adipurush Movie Release Date: પ્રભાસ (Prabhas)અને કૃતિ સેનન (Kriti Sanon)સ્ટારર આદિપુરૂષની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 16 જૂને ફિલ્મ રિલીઝ થશે પરંતુ તેના 10 દિવસ પહેલા મેકર્સે દર્શકોને મોટી ભેટ આપી છે. આ ફિલ્મની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહેલા દર્શકો માટે ફાઈનલ ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે, જેમાં દમદાર એક્શનની ઝલક તો જોવામળી રહી છે પરંતુ સૈફ અલી ખાન (Saif Ali Khan)ના પાત્રથી તમારી નજર હટી શકશે નહીં. 

રાવણ બનીને કરી દમદાર એક્ટિંગ
આદિપુરૂષનું નવુ ટ્રેલર 2 મિનિટ 24 સેકેન્ડનું છે જેની શરૂઆત થાય છે રાવણ બનેલા સૈફ અલી ખાન જે જાનકી (કૃતિ સેનન) નું હરણ કરવા માટે આપે છે. બસ આ સીનમાં દરેકની નજર સૈફ પર ટકે છે અને તમે તેના પરથી નજર હટાવી શકશો નહીં. આ ટ્રેલરમાં અધર્મ પર ધર્મના વિજયનો સાર દેખાડવામાં આવ્યો છે. 

હનુમાન જી માટે રિઝર્વ રહેશે એક સીટ
તો આદિપુરૂષના મેકર્સે નક્કી કર્યું છે કે ફિલ્મની રિલીઝ બાદ દરેક થિએટરમાં એક સીટ માત્ર હનુમાન જી માટે રિઝર્વ રાખવામાં આવશે, આ ટિકિટ વેચવામાં આવશે નહીં. તેનું કારણ છે કે માન્યતા પ્રમાણે જ્યાં શ્રીરામનો ઉલ્લેખ થશે ત્યાં જરૂર હનુમાનજી હોય છે, જેથી આ ફિલ્મ દરમિયાન એક સીટને રિઝર્વ રાખવામાં આવી છે. 

500 કરોડ છે ફિલ્મનું બજેટ
આ ફિલ્મ બનાવવા માટે મોટી રકમ ખર્ચ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે આદિપુરૂષ 500 કરોડના બજેટમાં બની છે અને મોટા ભાગનો ખર્ચ ફિલ્મના ગ્રાફિક્સમાં થયો છે, જેને ભવ્ય અને રીયલ દેખાડવા માટે પાણીની જેમ પૈસા વાપરવામાં આવ્યા છે. તો ટ્રેલરથી આ મહેનત સ્પષ્ટ જોવા મળી રહી છે. ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉત છે, જેમમે આ પહેલા તાન્હાજી જેવી સુપરહિટ ફિલ્મ બનાવી હતી. આદિપુરૂષ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news