પતિ નિક જોનસની સાથે દિલ્હી પહોંચી પ્રિયંકા ચોપડા, શેર કર્યો PHOTO

પ્રિયંકા એક જાહેરાત સંબંધી કાર્યક્રમ માટે દિલ્હી આવી છે. તે ગુરૂવારે મુંબઈ રવાના થશે. 

પતિ નિક જોનસની સાથે દિલ્હી પહોંચી પ્રિયંકા ચોપડા, શેર કર્યો PHOTO

નવી દિલ્હીઃ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનસ બુધવારે સવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. પ્રિયંકાએ આ દરમિયાન કહ્યું કે, પરત ફરીને સારૂ લાગી રહ્યું છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયામાં પોતાની અને નિકની એક સેલ્ફી શેર કરતા લખ્યું, બેસ્ટ ટ્રાવેલ બડી. હેલ્લો દિલ્હી, પરત આવીને સારૂ લાગી રહ્યું છે. 

પ્રિયંકા સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યું કે, પ્રિયંકા એક જાહેરાત સંબંધી કાર્યક્રમ માટે દિલ્હી આવ્યા છીએ. તે ગુરૂવારે મુંબઈ જશે, જ્યાં તે પોતાની ફિલ્મ 'ધ સ્કાઈ ઇઝ પિંક'ના અંતિમ ચરણનું શૂટિંગ કરશે. 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

મહત્વનું છે કે, ગત વર્ષે 2018માં પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નની ચર્ચા વિશ્વભરમાં થઈ હતી. તેના લગ્નને બસ થોડા મહિના થયા છે. તે બંન્ને દરેક ઈવેન્ટમાં સૌથી અલગ અને ગ્લેમરસ અંદાજમાં દેખાઈ છે અને સાથે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રેન્ડ પણ થાય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news