એર સ્ટ્રાઇક પર અમિતાભ બચ્ચને આપ્યું ખાસ અંદાજમાં રિએક્શન

પાકિસ્તાનના બાલાકોટમાં થયેલી એર સ્ટ્રાઇક બાદ બોલીવુડના લગભગ બધા સેલિબ્રિટીએ ભારતીય વાયુસેનાની વીરતાને સલામી આપી છે. આ મામલે બિગ-બીએ IAFની વીરતા પર ખાસ રીતે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

Updated By: Feb 27, 2019, 03:23 PM IST
એર સ્ટ્રાઇક પર અમિતાભ બચ્ચને આપ્યું ખાસ અંદાજમાં રિએક્શન

નવી દિલ્હી: જ્યારથી ભારતીય એરફોર્સ દ્વારા વીરતાથી આતંકીઓ પર હુમલો કર્યાના સમાચાર સામે આવ્યા છે ત્યારથી દરેક ભારતીય આપણી વાયુસેના પર ગર્વ કરી રહ્યું છે. આ મામલે બોલીવુડ સેલિબ્રિટી પણ કોઇ રીતે પાછા પડ્યા નથી. જ્યાં પાકિસ્તાનમાં હાજર આતંકી અડ્ડાઓ પર હુમલા બાદ તાત્કાલીક લોકોની પ્રશંસાવાળી પોસ્ટ આવવાની શરૂ થઇ ગઇ હતી. ત્યારે મોડી રાત્રે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને તેમના અલગ જ અંદાજમાં એરફોર્સને સલામી આપી છે.

વધુમાં વાંચો: પતિ નિક જોનસની સાથે દિલ્હી પહોંચી પ્રિયંકા ચોપડા, શેર કર્યો PHOTO

પાકિસ્તાનના બાલાકોટમાં થયેલી એર સ્ટ્રાઇક બાદ બોલીવુડના લગભગ બધા સેલિબ્રિટીએ ભારતીય વાયુસેનાની વીરતાને સલામી આપી છે. આ મામલે બિગ-બીએ IAFની વીરતા પર ખાસ રીતે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. બિગ-બીએ એક બે નહીં પરંતુ 118 ભારતીય ધ્વજ તેમના સોશિયલ મીડિયા ટ્વિટર એકાઉન્ટ વોલ પર લાગવી ભારતના વીરોને સાલીમી આપી છે.

વધુમાં વાંચો: દિલ્હીના વિભિન્ન સુંદર સ્થળો પર કરવામાં આવ્યું મેડ ઇન હેવનનું શૂટિંગ!

અમિતાભ બચ્ચેને તેમના ટ્વિટર એકાઉન્ટથી તેમની એક ફોટો શેર કર્યો છે. જેના કેપ્શનમાં તેમણે 118 ભારતીય ધ્વજની ઇમોજી પણ લાગવી છે. આ તસવીરમાં તેઓ હસીને ભારતીય વીરોનો આભાર માની રહ્યાં છે. બિગ-બી દ્વારા સેનાનો ઉત્સાહ વધારવાનો આ અંદાજ તેમના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. જુઓ બિગબીનો આ અંદાજ....​

ઉલ્લેખનીય છે કે મંગળવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને તેમના જ ઘરમાં ઘૂસી પુલવામા આતંકી હુમલાનો જબરદસ્ત જવાબ આપ્યો છે. IAFએ પાકિસ્તાનના બાલાકોટમાં મિરાજ-2000 ફાઇટર વિમાનની મદદથી 1000 કિલો વિસ્ફોટક બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં આતંકીઓના અડ્ડા નષ્ટ થઇ ગયા છે. ત્યારે લોકો તેને સર્જિકલ સ્ટ્રાઇક-2 કરી રહ્યાં છે.

વધુમાં વાંચો: OSCARS 2019 બાદ થયેલી 'આફ્ટર પાર્ટી'માં છવાઇ ગઈ પ્રિયંકા-નિકની જોડી, જુઓ PICS

વર્કફ્રંટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન 8 માર્ચે તેમની થ્રિલર ફિલ્મ ‘બદલા’ની સાથે સિલવર સ્ક્રિન પર જોવા મળશે. પિંક બાદ તેઓ બીજી વખત તાપસી પન્નૂની સાથે પડદા પર જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર દર્શકોને ઘણું પસંદ આવ્યું છે. બદલાનું નિર્દેશન સુજોય ઘોષે કર્યું છે.

બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો....