શાહરૂખ, સલમાન, ઋતિકને પછાડી પ્રિયંકા ચોપડા બની ટોચની અભિનેત્રી!

અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસને(Priyanka Chopra Jonas) 2019ના ભારતીય ફિલ્મ અને ટીવી શ્રેણીની ટોચની કલાકાર તરીકે આઈએમડીબીમાં(IMDB) સ્થાન આપવામાં આવ્યું છે. યાદીમાં બોલિવૂડનો સલમાન ખાન છઠ્ઠા સ્થાને છે. આઈએમડીબીએ(IMDB) ગુરુવારે 2019ના ટોચના 10 કલાકારોના નામની યાદી બહાર પાડી હતી. 

Updated By: Dec 5, 2019, 10:41 PM IST
શાહરૂખ, સલમાન, ઋતિકને પછાડી પ્રિયંકા ચોપડા બની ટોચની અભિનેત્રી!

નવી દિલ્હીઃ બોલિવૂડમાંથી હોલિવૂડમાં(Hollywood) સુપરસ્ટાર બની ચુકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસ (Priyanka Chopra Jonas) કોઈ ને કોઈ વાતે સમાચારોમાં ચમકતી રહે છે. હવે તેણે બોલિવૂડના સુપરસ્ટાર કહેવાતા તમામ સ્ટારને ધૂળ ચડાવી દીધી છે. આઈએમડીબી લિસ્ટમાં ભારતીય કલાકારોની યાદીમાં અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસને પ્રથમ સ્થાન મળ્યું છે. 

અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસને(Priyanka Chopra Jonas) 2019ના ભારતીય ફિલ્મ અને ટીવી શ્રેણીની ટોચની કલાકાર તરીકે આઈએમડીબીમાં(IMDB) સ્થાન આપવામાં આવ્યું છે. યાદીમાં બોલિવૂડનો સલમાન ખાન છઠ્ઠા સ્થાને છે. આઈએમડીબીએ(IMDB) ગુરુવારે 2019ના ટોચના 10 કલાકારોના નામની યાદી બહાર પાડી હતી. 

'मुन्ना बदनाम' गाने को खराब करने की हुई थी कोशिश, सलमान खान ने बताया किसकी थी साजिश!

અભિનેત્રી દિશા પટણી બીજા સ્થાને છે. ત્યાર પછી ઋતિક રોશન, કિયારા આડવાણી, અક્ષય કુમાર, સલમાન ખાન, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, રકુલપ્રીત સિંહ અને શોભિતા ધુલિપાલા છે. 

VIDEO : પોતાના વિશેની મજાક ન પચી નેહાને, જાહેરમાં ઠાલવ્યો ગુસ્સાનો દાવાનળ

આઈએમડીબી તેના પ્રો સ્ટાર મીટર રેન્કિંગના ડાટા પ્રયોગના આધારે આ યાદી તૈયાર કરે છે. જે આઈએમડીબીના 200 મિલિયન કરતાં વધુ યુઝર્સ દ્વારા પેજ પર માસિક વિઝિટિંગન પર આધારિત હોય છે. 

इस फिल्म के लिए अक्षय कुमार ले रहे हैं 100 करोड़! जानिए कौन है प्रोड्यूसर

આ અંગે આઈએમડીબી પ્રોના પ્રમુખ મેટ ક્યુમિને જણાવ્યું કે, "આઈએમડીબીની ભારતીય સેલિબ્રિટીઓ પર આધારિત માહિતી છેલ્લા કેટલાક વર્ષોમાં નાટકિય રીતે વધી છે. દુનિયાભરના લોકો ભારતીય સિનેમા, ટેલિવિઝન સિરીઝ અને સ્ટાર અંગે માહિતી મેળવવા માટે આઈએમડીબી જુએ છે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....