Nazar Promo : ડાયનની ખરાબ 'નજર'નો ભોગ બનશે રાઠૌર પરિવાર અને પછી...

સ્ટાર પ્લસ પર આ નવો શો આવવાની ધમાકેદાર તૈયારી શરૂ થઈ રહી છે

Nazar Promo : ડાયનની ખરાબ 'નજર'નો ભોગ બનશે રાઠૌર પરિવાર અને પછી...

મુંબઈ : ભોજપુરી ફિલ્મમાં ધમાકેદાર એક્ટિંગ કરીને પોતાની છાપ છોડવામાં સફળ સાબિત થયેલી હિરોઇન મોનાલિસાએ જ્યારથી સલમાન ખાનના શો ‘બિગ બોસ 10’માં એન્ટ્રી લીધી છે ત્યારથી તેના સિતાર બુલંદી પર છે. મોનાલિસાના હાથમાં નવાનવા પ્રોજેક્ટ આવી રહ્યા છે. બિગ બોસ પછી મોનાલિસા કોમેડી શો ‘ધ કોમેડી દંગલ’ અને ‘નચ બલિયે’માં જોવા મળી હતી. હવે તે સ્ટાર પ્લસના નવા શો ‘નજર‘ મારફતે ધમાલ મચાવવાની તૈયારીમાં છે. 

હાલમાં સિરિયલનો ફર્સ્ટ લુક તેમજ પહેલું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે આ સિરિયલનો પ્રોમો રિલીઝ થયો છે. આ ટીઝરમાં મોનાલિસાનો ડરામણો લુક કોઈના પણ હોશ ઉડાવી શકે છે. આ સિરિયલમાં મોનાલિસા ડાકણના રોલમાં જોવા મળશે અને તેને ઉંધા પગે રાઠૌરપરિવારમાં દાખલ થતી દેખાડવામાં આવી છે. 

A post shared by StarPlus (@starplus) on

આ સિરિયલને 30 જુલાઈથી સોમવારથી શુક્રવાર રાત્રે 11 વાગ્યે ઓનએર કરવામાં આવશે. આ સિરિયલ સ્ટાર પ્લસ પર આવતી કોમેડી સિરિયલ હર શાખ પર ઉલ્લુ બેઠા હૈંને રિપ્લેસ કરશે. મોનાલિસા આ સિરિયલમાં નેગેટિવ રોલમાં જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news