ગુમનામ જીવન જીવી રહેલા એક્ટરને મળી મોટી તક

આજથી 29 વર્ષ પહેલાં 1990માં આવેલી ફિલ્મ 'આશિકી'માં કામ કરી એક્ટર રાહુલ રોય રાતો રાત સ્ટાર બની ગયો હતો.

ગુમનામ જીવન જીવી રહેલા એક્ટરને મળી મોટી તક

નવી દિલ્હી : આજથી 29 વર્ષ પહેલાં 1990માં આવેલી ફિલ્મ 'આશિકી'માં કામ કરી એક્ટર રાહુલ રોય રાતો રાત સ્ટાર બની ગયો હતો. ફિલ્મ આશિકી બાદ રાહુલ બોલિવુડથી ગાયબ થઈ ગયો હતો. હવે જાણકારી મળી છે કે રાહુલ રોય ફરીવાર બોલિવુડમાં કમબેક કરી રહ્યો છે. રાહુલે તેની આગામી ફિલ્મની શૂટિંગ શરૂ કરી છે. 

A post shared by Rahul Roy (@officialrahulroy) on

રાહુલ લાંબા સમયથી લાઇમલાઇટથી દૂર રહ્યો છે અને ગુમનામ જીવન પસાર કર્યું છે. તે વચ્ચે 2017માં રાજનીતિમાં સક્રિય થયો હતો. જોકે હવે તે બોલિવૂડમાં એન્ટ્રી લેવા માટે તૈયાર છે. 

ડાયરેક્ટર કનુ બહલની ફિલ્મ આગરાથી રાહુલ પોતાનું કમબેક કરવા જઈ રહ્યો છે. બોલિવૂડ ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે આગરાના એક સેટથી એક ફોટો ટ્વિટર પર શેર કરતા આ અંગે જાણકારી આપી હતી. આ ફિલ્મનું શૂટિંગ આગરામાં કરવામાં આવશે. ફિલ્મ 2020માં રજૂ થશે. ફિલ્મમાં રાહુલ સિવાય પ્રિયંકા બોસ, મોહિત અગ્રવાલ, રૂહાની શર્મા, વિભા છિબ્બર, સોનલ ઝા અને આંચલ ગોસ્વામી મહત્વના રોલમાં જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news