રણવીર સિંહની '83'નું લંડન શેડ્યૂલ પૂરુ, શેર કર્યો વીડિયો

કબીર ખાનના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ 1983મા ક્રિકેટ વિશ્વ કપમાં ભારતની જીતની કહાની પર આધારિત ફિલ્મ છે. 

Updated By: Aug 31, 2019, 08:52 PM IST
રણવીર સિંહની '83'નું લંડન શેડ્યૂલ પૂરુ, શેર કર્યો વીડિયો

નવી દિલ્હીઃ અભિનેતા રણવીર સિંહે પોતાની અપકમિંગ ફિલ્મ '83'ના લંડનમાં શૂટિંગનું શેડ્યૂલ પૂરુ કરી લીધુ છે. અભિનેતાએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે. આ સ્પોર્ટ્સ ડ્રામામાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. 

રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે ફેન્સને ચિયર્સ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો કેપ્શનમાં તેણે લખ્યું, 'આ શેડ્યૂલ પૂરુ થયું, ચિયર્સ ફિલ્મ '83''

ફિલ્મ '83'ની વાત કરીએ તો કબીર ખાનના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ 1983મા ક્રિકેટ વિશ્વ કપમાં ભારતની જીતની કહાની પર આધારિત ફિલ્મ છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

& that’s a schedule wrap, folks ! 🇬🇧 CHEERS😎🥂 @83thefilm 🏏🏆

A post shared by Ranveer Singh (@ranveersingh) on

ફિલ્મમાં રણવીર સિંહ સિવાય સાકિબ સલીમ, આર બદ્રી, હાર્ડી સંધૂ, ચિરાગ પાટિલ, પંકજ ત્રિપાઠી, અમ્મી વિર્ક અને સાહિલ ખટ્ટર પણ મુખ્ય ભૂમિલામાં છે.