83: પ્રથમ વખત કપિલ દેવના લુકમાં જોવા મળ્યો રણવીર, શેર કરી તસ્વીર

બોલીવુડ અભિનેતા રણવીર સિંહે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામથી પોતાની એક નવી તસ્વીર શેર કરી છે. ફોટોમાં રણવીર 83ના કપિલ દેવ વાળા લુકમાં જોવા મળી રહ્યો છે.

83: પ્રથમ વખત કપિલ દેવના લુકમાં જોવા મળ્યો રણવીર, શેર કરી તસ્વીર

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા રણવીર સિંહે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામથી પોતાની એક નવી તસ્વીર શેર કરી છે. ફોટોમાં રણવીર 83ના કપિલ દેવ વાળા લુકમાં જોવા મળી રહ્યો છે. તેણે કપિલ દેવ વાળા અંદાજમાં મૂછો રાખી છે અને તેવા જ વાળ બનાવ્યા છે. તસ્વીર ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રણવીર સિંહ કબીર ખાન દિગ્દર્શિત ફિલ્મ 83માં પૂર્વ ક્રિકેટર કપિલ દેવનું પાત્ર ભજવશે. 

Ranveer Singh's 'retro' look leaves Bollywood celebs floored

ફિલ્મ 83 ભારત દ્વારા જીતેલા પ્રથમ વિશ્વ કપની સ્ટોરી વ્યક્ત કરશે. ફિલ્મ માટે રણવીર સિંહ અને તેની આખી ટીમ ખુબ મહેનત કરી રહી છે. તે છેલ્લા ઘણા સમયથી ધર્મશાળામાં પોતાની ટીમની સાથે પરસેવો પાડી રહ્યો છે, જેથી ક્રિકેટનું વિવરણ શીખી શકે અને કપિલ દેવના રમવાના અંદાજ અને તેની સ્ટાઇલનો કોપી કરી શકે. ટૂંક સમયમાં ફિલ્મના ટીઝરનો વીડિયો રિલીઝ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news