Rekha એ પોતાની સુંદરતાને જાળવી રાખવા આખી જિંદગી ખાધી આ વસ્તુ! જાણીને નવાઈ લાગશે!

રેખાએ પોતાની સુંદરતાને નિખારવા આખી જિંદગી આવો ખોરાક ખાવાનું પસંદ કર્યુ, સુંદરતાને જાળવી રાખવા દરરોજ કરે છે આ કામ

Rekha એ પોતાની સુંદરતાને જાળવી રાખવા આખી જિંદગી ખાધી આ વસ્તુ! જાણીને નવાઈ લાગશે!

નવી દિલ્હીઃ રેખાની સુંદરતાએ બોલિવૂડની હસીનાઓને સુંદરતાનો સાચો અર્થ સમજાવ્યો છે. અગાઉ, સામાન્ય રીતે 50 વર્ષની ઉંમર પછી બોલીવુડના પડદા પરથી વિદાય લઈ ચૂકેલી અભિનેત્રીઓ ગ્લેમરથી દૂર થઈ જતી હતી. પરંતુ રેખાએ ઈતિહાસ બદલી નાંખ્યો.

રેખાએ કેવી રીતે કર્યુ આ કામ?
હવે સવાલ એ ઉભો થાય છે કે, રેખાએ આ કામ કર્યુ કેવી રીતે? કારણ કે તમારી જાતને 100 ટકા ટ્રાન્સફોર્મ કરી લો, તે વાત કોઈ જાદુથી ઓછી નથી. અહીં અમે તમારા માટે કેટલીક ખાસ ટિપ્સ લાવ્યા છીએ, જેણે રેખાને બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી બનાવી.

પોતાની સ્થૂળતાને નિયંત્રિત કરવા માટે, રેખાએ સૌથી પહેલા પોતાનો આહાર સંતુલિત કર્યો. તેણે સ્થાનિક, દેશી અને સાત્વિક ખોરાકને પોતાની જીવનશૈલીનો એક ભાગ બનાવ્યો. માત્ર વજન નિયંત્રણ સુધી જ નહીં, પરંતુ સ્લીમ ફિગરને મેન્ટેન કરવા માટે પણ રેખાએ આજીવન સાત્વિક, શુદ્ધ અને ઘરના ભોજનને ખાવાનું પસંદ કર્યું, આજે પણ તે ઓછા તેલ-મસાલાવાળો ખોરાક ખાવાનું પસંદ કરે છે.

આ રીતે કર્યુ સંતુલિત જીવન-
ખોરાક અને મનને સંતુલિત કરવાની સાથે રેખાએ તેના જીવનને પણ સંતુલિત કર્યું છે. મોડી રાતની પાર્ટીઓમાં જવાનું ટાળ્યુ અને રાત્રે વહેલા સૂવાનો નિયમ બનાવ્યો. અહીં સુધી કે રાત્રીનું ભોજન સાંજે 7થી 7-30 સુધી લેવાનું  શરૂ કર્યુ. જેથી ખોરાકને પચવામાં પૂરતો સમય મળી રહે અને શરીર ખોરાકના ગુણધર્મોને ઓબ્ઝર્વ કરી શકે.
સવારે રેખા સૂર્યોદય પહેલા ઉઠી જાય છે અને વૃક્ષો અને છોડ વચ્ચે સમય પસાર કરે છે. આમ કરવાથી આત્મવિશ્વાસ મજબૂત થાય છે. સૂર્યોદય પહેલા જાગવાથી ત્વચાની કુદરતી ચમક વધે છે.

અપનાવી લો દેશી નુસ્ખા-
રેખાએ ત્વચામાં રંગત સુધારવા માટે ચણાનો લોટ અને ચણાની દાળને હંમેશા હંમેશા માટે પોતાના સાથી બનાવી લીધા. તે દરરોજ ચણાનો લોટ અને દાળનો કોઈને કોઈ પ્રકારે ઉપયોગ કરે છે. ફેસપેક તરીકે ચણાનો લોટને ત્વચા પર લગાવે છે, તો ચણાની દાળની પેસ્ટ બનાવીને માથા પર લગાવે છે.

યોગથી થાય છે ઘણો ફાયદો-
રેખાએ પોતાની ત્વચામાં કસાવટ લાવવા અને ગ્લો વધારવા માટે નિયમિત યોગ કરવાના શરૂ કર્યા.  તમને જાણીને નવાઈ લાગશે કે, યોગ કરવાથી સુંદરતામાં પણ વધારો થાય છે. યોગ માત્ર ફિટ રહેવામાં જ નહીં, પરંતુ ત્વચાનો ગ્લો વધારવામાં અને ત્વચાની કસાવટમાં પણ મદદ કરે છે. આ વાતને સાબિત કરતુ શ્રેષ્ઠ ઉદાહરણ એક્ટ્રેસ રેખા છે.

ધ્યાન કરવાનું ક્યારેય બંધ ન કરો-
રેખા યોગ કરવાની સાથે સાથે દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ મેડિટેશન કરે છે. યોગ અને ધ્યાન એકસાથે અને નિયમિત રૂપે કરવામાં આવે તો, કોઈપણ વ્યક્તિ પોતાના વ્યક્તિત્વમાં ગજબનું આકર્ષણ મેળવી શકે છે.

રેખા વૈદિક પદ્ધતિથી જીવન જીવવાનું પસંદ કરે છે. 66 વર્ષની ઉંમરે પણ તેને નિયમિત રૂપથી અનુસરે છે. ધ્યાન કરવાથી પોતાની ઈન્દ્રિયો પર કાબૂ મેળવી શકાય છે. મનની ચંચળતા દૂર થાય છે અને એકાગ્રતામાં વૃદ્ધિ થાય છે. ધ્યાન કરવાથી કોઈ કામ પ્રત્યેની ચિત્ત એકાગ્ર બને છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news