આવી ગઈ છે રણવીર અને દીપિકાના લગ્નની તારીખ, બાકી છે ગણતરીના જ મહિના

છેલ્લા કેટલાક સમયથી રણવીર અને દીપિકાના લગ્નની ચર્ચા ચાલી રહી છે

આવી ગઈ છે રણવીર અને દીપિકાના લગ્નની તારીખ, બાકી છે ગણતરીના જ મહિના

મુંબઈ : બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની ચર્ચા ચાલી રહી છે. હાલમાં સ્પોટબોયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, રણવીર-દીપિતાના લગ્ન 18-20 નવેમ્બર દરમિયાન થશે. માનવામાં આવે છે કે વેડિંગ ડેટ 19 નવેમ્બર છે અને તેમના લગ્ન મુંબઈમાં થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રણવીર-દીપિકા ડેસ્ટિનેશન વેડિંગ ઈચ્છે છે, પરંતુ રણવીરના માતા-પિતા ઈચ્છે છે કે લગ્ન મુંબઈમાં થાય કારણકે મોટાભાગના સંબંધીઓ ત્યાં રહે છે. રણવીરને માતા-પિતા નથી ઈચ્છતા કે ડેસ્ટિનેશન વેડિંગને કારણે તેમના સંબંધીઓ લગ્નમાં શામેલ ન થઈ શકે.

હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન દીપિકા પાદુકોણે ખુલાસો કર્યો હતો કે તે લગ્ન માટે તૈયાર છે અને તે પોતાની જાતને વર્કિંગ વાઇફ અને માતાના રોલમાં જોઈ શકે છે. હાલમાં દીપિકાએ જર્નાલિસ્ટ અનુપમા ચોપડાને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું હતું કે 'લગ્ન મારા માટે જીવનનો મહત્વનનો હિસ્સો્ છે. મેં મારા માતા-પિતાનું સુખી લગ્નજીવન જોયું છે અને હું પણ એવું જ જીવન જીવવા માગુ છું. મારા કામથી દૂર જવાનો નિર્ણય મારા જીવનનો મુશ્કેલ નિર્ણય હશે પણ મને લાગે છે કે ઘર, પરિવાર, માતા-પિતા અને લગ્ન માટે આ નિર્ણય જરૂરી છે. આજે હું મારી જાતને વર્કિંગ વાઇફ અને માતાના રોલમાં જોઈ શકું છું.' 

કરિયરની વાત કરીએ તો ‘ગોલીયોં કી રાસલીલા : રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને  ‘પદ્માવત’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યા બાદ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ચોથી ફિલ્મમાં સાથે કામ કરવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી પ્રમાણે તેમણે યશરાજની ફિલ્મ સાઇન કરી છે. એક અહેવાલ અનુસાર ફિલ્મને મનીષ શર્મા ડાયરેક્ટ કરશે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news