'જવાની જાનેમન'માં સૈફ અલી ખાનનો લુક થયો વાયરલ, લોકો કરી રહ્યા છે આવી કોમેન્ટ

સૈફ અલી ખાન (Saif Ali khan)ની ફિલ્મ 'જવાની જાનેમન'ના સત્તાવાર પોસ્ટરને જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં સૈફ પોતાના લુક વડે દર્શકોને ધ્યાનને ખૂબ આકર્ષિત કરી રહ્યા છે. તેના પોસ્ટર પર લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે તેનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે. એકે તેમના ગીતને લઇને સવાલ કર્યો છે.

'જવાની જાનેમન'માં સૈફ અલી ખાનનો લુક થયો વાયરલ, લોકો કરી રહ્યા છે આવી કોમેન્ટ

મુંબઇ: સૈફ અલી ખાન (Saif Ali khan)ની ફિલ્મ 'જવાની જાનેમન'ના સત્તાવાર પોસ્ટરને જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં સૈફ પોતાના લુક વડે દર્શકોને ધ્યાનને ખૂબ આકર્ષિત કરી રહ્યા છે. તેના પોસ્ટર પર લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે તેનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે. એકે તેમના ગીતને લઇને સવાલ કર્યો છે. કેટલાક લોકો સૈફની પ્રશંસા કરતાં જોવા મળી રહ્યા છે. કેટલાક યૂઝર તો તેના પર જવાની જાનેમન હસીન દિલરૂબા...ગીતના રૂપમાં કોમેન્ટ કરતાં જોવા મળી રહ્યા છે. કેટલાક મળીને કંઇક અલગ કહી રહ્યા છે. યૂઝર પોસ્ટર જોઇને જ તે હિટ હોવાનો દાવો કરી રહ્યા છે. 

આ નવા પોસ્ટરમાં સૈફ અલી પથારી પર સૂતાં સૂતાં ધાબળામાંથી બહારની તરફ જુએ છે. તેમના હાથમાં બિયરની એક બોટલ પણ જોવા મળી રહી છે. ગળામાં પ્લેબોય પેડલ અને બાવડા પર ટેટૂ કરતો સૈફનો લુક ખૂબ જ હટકે છે. 

A post shared by JACKKY BHAGNANI (@jackkybhagnani) on

નિતિન કક્કડ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તબ્બૂ અને પૂજા બેદીની પુત્રી આલિયા એફ પણ છે. ફિલ્મ વિશે વાત કરતાં નિતિન ગડકરીએ કહ્યું કે 'જવાની જાનેમન'માં કામ કરવાનો અનુભવ સુખદ રહ્યો, ફક્ત એટલા માટે જ નહી કારણ કે ફિલ્મની ટીમ ખૂબ ગજબની છે પરંતુ આ એક સુંદર કહાની રજૂ કરે છે. ખરેખર આજના જમાનાની ફિલ્મ છે. તબ્બૂ તેમાં એક રસપ્રદ પાત્રમાં જોવા મળશે. આલિયાએ પણ ખૂબ સારું કામ કર્યું છે અને સૈફ તો એકદમ સરાહનીય છે. પોસ્ટરમાં જ તેમના પાત્રની છબિ બાહર નિકળીને આવે છે. 'જવાની જાનેમન' 31 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news