ગમી હતી સલમાન ખાનની 'તેરે નામ'? તો આ સમાચારમાં પડશે ચોક્કસ રસ 

બોલિવૂડ એક્ટર સલમાન ખાન વિશે એક મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે

ગમી હતી સલમાન ખાનની 'તેરે નામ'? તો આ સમાચારમાં પડશે ચોક્કસ રસ 

મુંબઈ : બોલિવૂડ એક્ટર સલમાન ખાન વિશે એક મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે. લગભગ 16 વર્ષ પછી સલમાન ખાન અને સતીશ કૌશિકની જોડી સાથે મળીને એક ફિલ્મ બનાવી રહી છે. મુંબઈ મિરરના સમાચાર પ્રમાણે આ ફિલ્મ એક રિયલ લાઇફ સ્ટોરી હશે. સતીશ કૌશિકે આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે આ ફિલ્મ ઉત્તર ભારતના લાલ બિહારી નામના એક ખેડૂતની રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત હશે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠીનો પણ ખાસ રોલ હશે. આ ફિલ્મને સલમાનની હોમ પ્રોડક્શન કંપની સલમાન ખાન ફિલ્મ્સ પ્રોડ્યુસ કરશે. 

સલમાન ખાનની મહત્વકાંક્ષી અપકમિંગ ફિલ્મ 'ભારત'માં સતીશ કૌશિક પણ મુખ્ય પાત્રમાં જોવા મળશે. તેઓ ફિલ્મમાં એક નેવી ઓફિસરનું પાત્ર ભજવી રહ્યા છે.  મહત્વની વાત તો એ છે કે 'તેરે નામ'ના શૂટિંગ વખતે સલમાન અને સતીશ કૌશિક વચ્ચે મતભેદ થઈ ગયા હતા જેના પગલે આ ફિલ્મ પછી બંનેએ ક્યારેય સાથે કામ નથી કર્યું. ‘તેરે નામ’એ સલમાન પર લાગેલો અસફળતાનો ઠપ્પો દૂર કર્યો હતો અને તેને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો હતો.
 
આલિયાએ સારા પાસેથી ઝુંટવી ફિલ્મ ! બોયફ્રેન્ડ રણબીરની નારાજગીની પણ ન કરી પરવા

હાલમાં સલમાન પોતાની આગામી ફિલ્મ ભારતના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન તેની આગામી ફિલ્મ ભારતમાં કેટરિના કૈફ સાથે રોમેન્સ કરતો દેખાશે. આ ફિલ્મમાં તેની સાથે સુનીલ ગ્રોવર, તબ્બુ અને દિશા પટણી ખાસ રોલમાં જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news