Salman અને Aishwarya ની પ્રેમ કહાની કઈ રીતે શરૂ થઈ? ‘હમ દિલ દે ચૂકે સનમ’ માં કઈ રીતે થઈ ઐશ્વર્યાની એન્ટ્રી

ભણસાલીને આમિરના ફિલ્મના સેટ પર 'નંદિની' મળી, સલમાનના પ્રેમની કહાની આ રીતે શરૂ થઈ હતી એ રોચક કિસ્સો પણ જાણવા જેવો છે. આ સિવાય આ લવસ્ટોરીની એવી કેટલીક વાતો છે જે તમે પણ નહીં જાણતા હોવ.

Updated By: Jun 18, 2021, 06:24 PM IST
Salman અને Aishwarya ની પ્રેમ કહાની કઈ રીતે શરૂ થઈ? ‘હમ દિલ દે ચૂકે સનમ’ માં કઈ રીતે થઈ ઐશ્વર્યાની એન્ટ્રી

નવી દિલ્લીઃ વર્ષ 1999માં આજના જ દિવસે રિલીઝ થયેલી ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ યાદ આવતાની સાથે જ ફિલ્મનાં સ્ટાર્ટ્સ, તેમના રંગબેરંગી કપડા, આલિશાન હવેલી, માઈલો દૂર સુધી દેખાતુ રણ, માંડવીનો વિજય વિલાસ પેલેસ યાદ આવી જાય છે. આ ફિલ્મ એક એવુ કેનવાસ છે જેના પર નિર્દેશક સંજય લીલા ભણસાલીએ પ્રેમની પરિભાષા વ્યક્ત કરી હતી. કોઈ કહે છે કે આ ફિલ્મ અનિલ કપૂરની ફિલ્મ ‘વો સાત દિન’ પર આધારિત છે. તો બીજી બાજુ કેટલાક લોકો કહે છે, કે આ ફિલ્મ મૈત્રેયી દેવી દ્વારા લેખિત પુસ્તક ‘ના હન્યતે’ પર આધારિત છે. પરંતુ સંજય લીલા ભણસાલી પોતે જણાવે છે કે, તેમણે આ ફિલ્મની પટકથા ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીના નાટક ‘શેતલને કાંઠે’ પરથી લખી છે.  

Amitabh Bachchan ને કાદર ખાન સાથે કઈ વાતે પડ્યું હતું વાંકુ? જેણે જીવ બચાવ્યો એ જ દોસ્તને કેમ ભૂલી ગયા અમિતાભ?

ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં અભિનેત્રી તરીકે એશ્વર્યા રાયની પસંદગી કેવી રીતે થઈ, તેની પાછળની કહાની પણ મજેદાર છે. એ દિવસો દરમિયાન એશ્વર્યાને આમિર ખાનની ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ ઓફર થઈ હતી. પરંતુ ડેટ શિડ્યૂલના કારણે એશ્વર્યા ફિલ્મ ન કરી શકી. પરંતુ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રિનિંગ માટે તે સેટ પર પહોંચી ગઈ. એશનાં આ પગલા સામે કેટલાક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. આ જ સેટ પર એશ્વર્યાની મુલાકાત સંજય લીલા ભણસાલી સાથે થઈ. એશ્વર્યાને મળતાની સાથે જ સંજય ભણસાલી તેની આંખોને જ તકતા રહ્યા. આ મુલાકાત દરમિયાન તેમણે એશને ‘હમ દિલ દે ચૂકે સનમ’ની નંદની બનવા માટે ઓફર કરી હતી. આમ ભણસાલી અને એશ્વર્યાની મુલાકાત પાછળ આમિર ખાનનું મોટુ યોગદાન છે એમ કહેવુ ખોટુ નથી. આમિર ખાને જ ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ની સ્પેશિયલ સ્ક્રિનિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

Taarak Mehta...ની આ એકટ્રેસનું ફિગર જોઈ બોયફ્રેન્ડથીના રહેવાયું, ફર્સ્ટ ડેટ પર જ સેક્સ કરવા કર્યો ફોર્સ, પછી બન્યુ એવું...

ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' ની શરૂઆતથી જ સંજય લીલા ભણસાલી પાસે સમીર હતો. પરંતુ ફિલ્મનાં બીજા નાયક વનરાજના રોલ માટે તેમણે આમિર ખાનથી લઈને શાહરૂખ ખાન, સંજય દત્ત, અનિલ કપૂર અને અક્ષય કુમાર સુધીના દરેકને ચકાસ્યા. આખરે આ રોલ માટેની પસંદગી અજય દેવગન પર ઉતરી. અજય વનરાજનાં રોલમાં સંપૂર્ણ રીતે બંધ બેસે છે. ફિલ્મમાં સમીર અને નંદિનીના પ્રેમની ચુલબુલી હરકતની સાક્ષી બનનાર દરબાર પરિવારની દાદી એટલે કે ઝોહરા સહગલને ભણસાલીએ પાના પરથી પડદા પર ઉતાર્યા હતા. પરંતુ ફિલ્મમાં સમીર અને નંદનીનો રોલ કરનાર સલમાન અને એશ્વર્યાને શૂટિંગ દરમિયાન સાચો પ્રેમ થયો. બંને એકબીજાના એટલા ગળાડૂબ પ્રેમમાં પડ્યા, કે બંનેનો પ્રેમ એક ફસાના બનીને રહી ગયો.

નવાઈની વાત છે! દુનિયાના આ દેશમાં નથી એક પણ મચ્છર, જાણવા જેવું છે એની પાછળનું કારણ

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube