Salman Khan Death Threat: સલમાન ખાનને મળી ધમકી, કોલરે ગૌરક્ષક તરીકે ઓળખ આપી કહ્યું, '30 એપ્રિલે સલમાનને પતાવી દઈશ...'

Salman Khan Received Death Threat: આ પહેલા જે ધમકી આપવામાં આવી હતી તે ઇમેલ વડે આપવામાં આવી હતી. તે વખતે સલમાન ખાનના સ્ટાફને નુકસાન પહોંચાડવાની વાત કરવામાં આવી હતી. પરંતુ આ વખતે ડાયરેક્ટ પોલીસ કંટ્રોલ રૂમમાં કોઈ વ્યક્તિએ ફોન કરીને ધમકી આપી છે.

Salman Khan Death Threat: સલમાન ખાનને મળી ધમકી, કોલરે ગૌરક્ષક તરીકે ઓળખ આપી કહ્યું, '30 એપ્રિલે સલમાનને પતાવી દઈશ...'

Salman Khan Received Death Threat: બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી દેનાર વ્યક્તિએ ફોન પર કહ્યું છે કે તે 30 એપ્રિલે સલમાન ખાનને જાનથી મારી નાખશે. આ પહેલા પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે ત્યાર પછી તેની સુરક્ષાને વધારી દેવામાં આવી છે. જાણવા મળતી માહિતી અનુસાર સલમાન ખાનને ધમકી ભર્યો કોલ જોધપુર થી આવ્યો છે. જેમાં ફોન કરનાર વ્યક્તિએ તારીખ સાથે સલમાન ખાનને મારી નાખવાની વાત કરી હતી.

આ પણ વાંચો: 

સલમાન ખાન માટે આ કોલ સોમવારે સાંજે મુંબઈ પોલીસના કંટ્રોલરૂમમાં આવ્યો હતો. આ પહેલા જે ધમકી આપવામાં આવી હતી તે ઇમેલ વડે આપવામાં આવી હતી. તે વખતે સલમાન ખાનના સ્ટાફને નુકસાન પહોંચાડવાની વાત કરવામાં આવી હતી. પરંતુ આ વખતે ડાયરેક્ટ પોલીસ કંટ્રોલ રૂમમાં કોઈ વ્યક્તિએ ફોન કરીને ધમકી આપી છે. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે તે 30 એપ્રિલે સલમાન ખાનને મારી નાખશે. તેણે પોતાનું નામ રોકી કહ્યું હતું. ધમકી દેનાર વ્યક્તિ જોધપુરનો રહેવાસી છે અને તેણે પોતાની ઓળખ ગૌરક્ષક તરીકે આપી હતી.

આ કોલ આવ્યા પછી પોલીસ કોલને ટ્રેસ કરીને તપાસ કરવા લાગી છે. આ ફોન ક્યાંથી કરવામાં આવ્યો છે અને ફોન કરનાર વ્યક્તિ કોણ છે તે અંગે પોલીસ તપાસ શરૂ કરી ચૂકી છે. મહત્વનું છે કે સલમાન ખાનને સતત ધમકીઓ મળી રહી છે અને પોલીસ આ વાતને હળવાશથી લેવાના મૂડમાં નથી. આપેલા ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં સલમાન ખાનને ધમકી મળી હતી. ત્યાર પછી તેની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ મામલે ગોલ્ડી બરારનું નામ પણ સામે આવ્યું હતું. મહત્વનું છે કે સલમાન ખાનને આ બધી ધમકીઓને ધ્યાનમાં રાખીને y પ્લસ સિક્યોરિટી આપવામાં આવી છે. સાથે જ તેણે તાજેતરમાં બુલેટપ્રુફ કાર પણ ખરીદી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news