Viral Video: માન્યતા અને સંજયનો આખી દુનિયા સામે પ્રેમનો એકરાર
હાલમાં સંજય દત્તે પત્ની માન્યતાના જન્મદિવસની ઉજવણી કરી હતી
Trending Photos
મુંબઈ : દત્તપરિવારમાં હાલમાં ખુશીનું વાતાવરણ છે. ઘરનો મોભી સંજય દત્ત પોતાની સજા કાપીને બહાર આવી ગયો છે અને હવે પત્ની તેમજ બાળકો સાથે ચિંતામુક્ત જીવન પસાર કરી રહ્યો છે. આ સિવાય સંજયના જીવન પરથી બનેલી ફિલ્મ 'સંજૂ' સુપરહીટ સાબિત થઈ છે. આ ફિલ્મો બોક્સઓફિસ પર 300 કરોડ રૂ. કરતા વધારે બિઝનેસ કર્યો છે. હાલમાં આખા પરિવારે માન્યતા દત્તનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે.
આ પ્રસંગે સંજયે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માન્યતાને જન્મદિવસની શુભેચ્છા આપી છે. સંજયે આખી દુનિયા સામે માન્યતાને શુભેચ્છા આપી તો માન્યતાએ પોતાની આગવી સ્ટાઇલમાં સંજયનો આભાર માન્યો. માન્યતાએ પોતાના જન્મદિવસની પાર્ટી દરમિયાન સંજયની પહેલી ફિલ્મ 'રોકી'નું સુપરહીટ ગીત ક્યાં યહી પ્યાર હૈં...ગાયું. આ ગીત સાંભળીને સંજયના ચહેરા પર સ્માઇલ આવી ગયું. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
સંજય દત્ત અને માન્યતાએ 2008માં લગ્ન કર્યા હતા. લગ્ન વખતે સંજયનું જીવન બહુ અસ્તવ્યસ્ત હતું અને માન્યતાએ ભારે જવાબદારીથી તેના ઘર અને જીવનને સંભાળી લીધું હતું. માન્યતા સાથે લગ્ન પછી સંજય એક પારિવારિક વ્યક્તિ બની ગયો છે જે મિત્રો સાથે પાર્ટી કરવાને બદલે બાળકો સાથે રમવાનું વધારે પસંદ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે