'સંજૂ'ના બોક્સઓફિસ કલેક્શનથી ગભરાયા આતંકી કારણ કે...

રણબીર કપૂરની આ લેટેસ્ટ ફિલ્મ પાકિસ્તાનમાં પણ જબરદસ્ત કલેક્શન કરી રહી છે

'સંજૂ'ના બોક્સઓફિસ કલેક્શનથી ગભરાયા આતંકી કારણ કે...

નવી દિલ્હી : બોલિવૂડની ફિલ્મો ભારતમાં જ નહીં પણ પાકિસ્તાનમાં પણ ભારે ધમાલ મચાવી રહી છે. પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો અને કલાકારોની વધતી લોકપ્રિયતા હવે આતંકીઓને ખટકવા લાગી છે. પાકિસ્તાનમાં થોડા દિવસ પહેલાં રિલીઝ થયેલી ભારતીય ફિલ્મ 'સંજૂ'ના બોક્સઓફિસ કલેક્શને આતંકીઓનો ગભરાટ વધારી દીધો છે. 

આ ફિલ્મની સફળતાથી ફફડી ગયેલા આતંકી સંગઠનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાની નાગરિકો પર આ ફિલ્મ ન જોવાનું ભાવનાત્મક દબાણ કરવાનું શરૂ કરી દીધું છે. તેમણે સંજૂની સફળતાને સીધી કાશ્મીર સાથે જોડી દીધી છે. આતંકી સંગઠનોએ ભારતીય કલાને પસંદ કરનાર પાકિસ્તાન નાગરિ્કો પર દબાણ કરીને કહ્યું છે કે આ ફિલ્મની સફળતાની સીધી અસર કાશ્મીરમાં હાજર આતંકીઓ પર પડી છે. 


મંગળવારે એક આતંકવાદી સંગઠને ટ્વીટ કરીને સંજૂની કમાણીના આંકડા જણાવ્યા છે અને કહ્યું છે કે પ્રિય પાકિસ્તાનવાસીઓ આ રીતે તમે પેલેટ ગન અને ગોળીઓ ખરીદવા માટે ભારતની મદદ કરી રહ્યા છો. સંગઠન પાકિસ્તાની નાગરિકોને કહે છે કે ભારતીય ફિલ્મની ટિકિટ માટે દેવામાં આવેલા પૈસા સીધા ભારત પહોંચે છે. પાકિસ્તાન આ પૈસાથી ભારતીય સેના કાશ્મીરમાં સક્રિય આતંકીઓ માટે પેલેટ ગન અને ગોળીઓ ખરીદે છે. 

આ મામલે સુરક્ષાદળ સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે આતંકી સંગઠનોનું સૌથી મોટું હથિયાર નફરત છે. આતંકી સંગઠનની નજરમાં પાકિસ્તાનના જવાનની કિંમત બલિના બકરાથી વધારે નથી. ભારતીય ફિલ્મો પાકિસ્તાનમાં સફળ થાય એનાથી ભાવનાત્મક લગાવ ઉભો થાય છે અને નફરતના આવરણ હટવા લાગે છે. આ કારણે જ આતંકી સંગઠનોને પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મની સફળતા પસંદ નથી પડી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news