રિયાએ વધારી સુશાંત સિંહ રાજપૂતની બહેનોની મુશ્કેલીઓ, CBI કરી શકે છે ધરપકડ

હાલ મુંબઇ પોલીસે એફઆઇઆરની કોપી સીબીઆઇને સોંપી હતી. એવામાં સુશાંતની બહેનોને ડર સતાવતો હતો કે હવે સીબીઆઇ તેમની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે.

Updated By: Oct 28, 2020, 03:33 PM IST
રિયાએ વધારી સુશાંત સિંહ રાજપૂતની બહેનોની  મુશ્કેલીઓ, CBI કરી શકે છે ધરપકડ

નવી દિલ્હી: સપ્ટેમ્બર મહીનામાં રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેનો વિરૂદ્ધ ફરિયાદ દાખ કરાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સુશાંતની બહેનોએ સુશાંતને ખોટા પ્રિસ્ક્રિપ્શનના આધારે દવાઓ આપી હતી. એક્ટરને પેનિટ એટેક એટલા માટે આવ્યો હતો. હાલ મુંબઇ પોલીસે એફઆઇઆરની કોપી સીબીઆઇને સોંપી હતી. એવામાં સુશાંતની બહેનોને ડર સતાવતો હતો કે હવે સીબીઆઇ તેમની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે.

બોમ્બે હાઇકોર્ટમાં લગાવી ગુહાર
એવામાં સુશાંતની બહેનોએ બોમ્બે હાઇકોર્ટમાં ગુહાર લગાવી હતી કે આ કેસની સુનાવણી જલદી જ થશે. સુશાંતની બહેનોના અનુસાર રિયાની એફઆઇઆરના આધારે સીબીઆઇ તેમની ધરપકડ કરી શકે છે. સીબીઆઇની આ કાર્યવાહીથી બચવા માટે પ્રિયંકા અને મીતૂએ બોમ્બે હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે, જેમાં તેમને જલદીથી જલદી સુનાવણીની માંગ કરી છે. જસ્ટિસ એસ એસ શિંદે અને જસ્ટિસ એમ એસ કર્નિણક આ કેસ પર વિચાર કરશે. 

રિયાની માંગ, બહેનો વિરૂદ્ધ થાય કાર્યવાહી
તો બીજી તરફ રિયા ચક્રવર્તીએ પણ બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી છે કે તેમણે માંગ કરી છે સુશાંતની બહેનોની એફઆઇઆર નકારી કાઢવાની અરજી રદ કરવામાં આવે. આ સાથે જ તેમને આ કેસમાં કાર્યવાહીની માંગ કરી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube