સલમાનને સજા થતા 'આ' અભિનેત્રીએ ખુલ્લેઆમ ખુશી વ્યક્ત કરી, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ

કાળિયાર કેસમાં સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા થઈ. સલમાનની સજા પર બોલિવૂડ ઉદાસ જોવા મળ્યું પરંતુ એક અભિનેત્રી એવી પણ છે જેણે ખુશી વ્યક્ત કરી.

સલમાનને સજા થતા 'આ' અભિનેત્રીએ ખુલ્લેઆમ ખુશી વ્યક્ત કરી, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ

નવી દિલ્હી: કાળિયાર કેસમાં સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા થઈ. સલમાનની સજા પર બોલિવૂડ ઉદાસ જોવા મળ્યું પરંતુ એક અભિનેત્રી એવી પણ છે જેણે ખુશી વ્યક્ત કરી. ભારતીય મૂળની બ્રિટિશ નાગરિક અને એક્ટ્રેસ મોડલ સોફિયા હયાતે સલમાન ખાનની સજા પર ખુશી વ્યક્ત કરી છે. પોતાની ખુશી તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો અને પોસ્ટ શેર કરીને વ્યક્ત કરી છે. આવું પહેલીવાર બન્યું કે કોઈ અભિનેત્રીએ સલમાન ખાનને થયેલી સજા પર ખુલ્લેઆમ ખુશી વ્યક્ત કરી. સોફિયા હયાતે એક લાંબી પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ પોસ્ટમાં સોફિયાએ લખ્યું છે કે 'અંતમાં તો તમારા કર્મ જ તમને ઘેરે છે...અનેક લોકો સલમાન વિરુદ્ધ બોલતા ડરે છે કારણ કે તેમને લાગે છે કે તે બોલિવૂડને કંટ્રોલ કરે છે પંરતુ હું બોલતા ડરતી નથી.'

સોફિયાએ લખ્યું છે કે મને ખુબ ખુશી છે કે જે કામ સલમાને કર્યું તેના કારણે તેણે જેલમાં જવું પડ્યું. ધરતી માટે જાનવરોનું હોવું ખુબ જરૂરી છે અને સલમાને જે કર્યું તે ખુબ ખોટું કર્યું. તેમણે ફક્ત પોતાના માટે વિચાર્યું. અનેક બાળકો સલમાનને ફોલો કરે છે આથી યુવાવર્ગ પ્રતિ તેની જવાબદારી બને છે. આવું કામ કરીને તેઓ દુનિયાને શું બતાવવા માંગે છે. યુવાઓને શું એવી શિક્ષા આપી રહ્યાં છે કે કાયદો તોડવો અને જાનવરોને મારવા અને પછી પોતાનો બચાવ કરવો એ યોગ્ય છે ફક્ત એટલા માટે કારણ કે તે એક સેલેબ્રિટી છે?

સોફિયાએ વધુમાં લખ્યું કે 'કોઈ પશ્ચિમના દેશમાં  ડ્રિંક અને ડ્રાઈવ કરવા બદલ અને કોઈને મારવા માટે સલમાનનું ખુબ અપમાન થયું હોત. ત્યારબાદ તમે તમારા કામોની ભરપાઈ કરવા માટે પોતાને પરોપકારી વ્યક્તિ બતાવવાની કોશિશ કરો છો.' સોફિયાએ ભારતીય કાયદાના વખાણ કરતા કહ્યું કે 'આજે ભારતે બતાવી દીધુ કે તમે ભલે ગમે તે હોય, ખોટું કામ કરો તો કાયદાથી બચી શકો નહીં.'

 

Karma gets you in the end...Many people are afraid to talk against Salman because they think he controls Bollywood. Well, I no longer serve my ego and therefore am not afraid to speak up. I am so happy that Salman has gone to jail for what he has done. Animals are so important to this planet and doing what he did and then mocking it was a huge act of his own self importance. Lots of children look up to him, and he has a responsibility to the young people.What is he showing the world when he does things like this? What lessons is he giving them? That it is ok to break the law, to kill animals and then mock it because he is a celebrity? In any western country he would have been vilified for this and the drink driving deaths that he caused. He has then reinvented himself as a charitable man to try and compensate his karma. Today, India has shown that no matter who you are, if you break the law, you are no bigger than the law. I have heard so many young people in India speak about how they are afraid to go to the police about crimes committed by others because they watch the tv and see how people with money and status get away with it because they have paid off the police or the judge or the lawyers. This happened to me when Armaan Kohli paid off 2 of my lawyers so that I could not continue with the case, Dolly Bindra also told me that Armaans family are powerful enough to put drugs in my bag at the airport and I would be in Jail. I had to then drop the case as all the lawyers I hired were paid off. Today, Hindustan can stand strong and hold its head up high to the world and show them that justice is held up in India, and today, all the poor people have been shown a glimmer of hope in their own fight for justice against those who have manipulated the law. Today I can say Hindustaan Zindabaad!

A post shared by Sofia Hayat (@sofiahayat) on

સોફિયાએ કહ્યું કે 'મેં અનેક યુવાઓ પાસેથી સાંભળ્યુ છે કે લોકો અપરાધીઓની પોલીસને ફરિયાદ કરતા ડરે છે કારણ કે તેઓ ટીવીમાં જુએ છે કે પાવરફૂલ લોકો પોલીસ, જજ અને વકીલોને રૂપિયા આપીને બચી જાય છે. ત્યારબાદ સોફિયાએ પોતાના અનુભવ વર્ણવતા કહ્યું કે આવું મારી સાથે પણ થઈ ચૂક્યું છે. જ્યારે અરમાન કોહલીએ મારા 2 વકીલોને ખરીદી લીધા અને હું મારો કેસ આગળ લડી શકી નહીં. ડોલી બિન્દ્રાએ  પણ મને જણાવ્યું કે અરમાનનું ફેમિલી ખુબ પાવરફૂલ છે અને તે એરપોર્ટમાં મારા બેગમાં ડ્રગ્સ પણ રખાવી શકે છે. જેના કારણે મારે જેલ પણ જવું પડી શકે છે. ત્યારબાદ મારે કેસ પાછો ખેંચવો પડ્યો અને મેં જે પણ વકીલો કર્યા હતાં તેને તેણે ખરીદી લીધા હતાં.'

સોફિયાએ ભારતીય કાયદાના ભારોભાર વખાણ કરતા કહ્યું કે 'આજે હિન્દુસ્તાન મજબુતીથી ઊભું થઈ શકે છે અને દુનિયામાં ગર્વથી પોતાનું માથું ઊંચુ કરીને બતાવી શકે છે કે ભારતમાં ન્યાય થાય છે. આજે ગરીબ લોકોને એ આશા જાગી છે કે જે લોકો કાયદાની મજાક ઉડાવે છે તેની સામે તેઓ ન્યાય માટે લડી શકે છે. આજે હું કહી શકું છું કે હિન્દુસ્તાન જિંદાબાદ!'

અત્રે જણાવવાનું કે સોફિયાએ ભારત અને બ્રિટિશ સિનેમામાં કેટલીક ભૂમિકાઓ ભજવી છે અને તે બિગ બોસ 7માં પણ ભાગ લઈ ચૂકી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news