સુહાના ખાનનો સ્વિમિંગ કરતો વીડિયો વાયરલ, કરી એવી બેકફ્લિપ કે શાહરુખને પણ કહેવું પડ્યું, " મારે શીખવું પડશે..."

Suhana Khan viral video: સુહાના ખાન અને શાહરુખ ખાનનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સુહાના ખાન સ્વિમિંગ કરી રહી છે. શાહરુખ ખાન સુહાના ખાનને સ્વિમિંગ કરતા જોવે છે અને તેને મોટીવેટ કરે છે.

સુહાના ખાનનો સ્વિમિંગ કરતો વીડિયો વાયરલ, કરી એવી બેકફ્લિપ કે શાહરુખને પણ કહેવું પડ્યું, " મારે શીખવું પડશે..."

Suhana Khan viral video: બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન માત્ર બેસ્ટ એક્ટર જ નહીં પરંતુ બેસ્ટ પિતા પણ છે. શાહરુખ ખાન પોતાના કામમાંથી સમય કાઢી ઘણી વખત પોતાના બાળકો સાથે સમય પસાર કરતો જોવા મળે છે. તેવામાં સુહાના ખાન અને શાહરુખ ખાનનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સુહાના ખાન સ્વિમિંગ કરી રહી છે. સુહાના ખાન નાની હતી તે સમયનો આ વિડીયો વાયરલ થયો છે. શાહરુખ ખાન સુહાના ખાનને સ્વિમિંગ કરતા જોવે છે અને તેને મોટીવેટ કરીને તેની સાથે સમય પસાર કરતો જોવા મળે છે. 

આ પણ વાંચો: 

શાહરુખ ખાનના એક ફેન પેજ દ્વારા આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સુહાના ખાન સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરી રહી છે અને શાહરુખ ખાન સ્વિમિંગ પૂલ ની બહાર ઉભો છે. તે નાનકડી સુહાના નો કોન્ફિડન્સ વધારી રહ્યો છે. સ્વિમિંગ કરતા કરતા સુહાના શાહરુખ ખાનને બેકસ્ફીપ કરીને બતાવે છે. તેને જોઈને શાહરુખ ખાન તેના વખાણ કરવા લાગે છે અને કહે છે કે તેને પણ સુહાના પાસેથી જ આવી રીતે સ્વિમિંગ શીખવું છે. 

મહત્વનું છે કે શાહરુખ ખાન પોતાની ફિલ્મોને લઈને ખૂબ જ વ્યસ્ત રહે છે પરંતુ જ્યારે પણ તેને સમય મળે છે તો તે સમયે પોતાના પરિવાર સાથે જ પસાર કરે છે. શાહરુખ ખાન ઘણી વખત સુહાના ખાનના વખાણ કરતો પણ જોવા મળે છે તે પોતાની દીકરીને ગાઈડ પણ કરે છે. તાજેતરમાં જ શાહરુખ ખાનના દીકરા આર્યનખાને પોતાની ક્લોધિગ બ્રાન્ડ લોન્ચ કરી છે જેનું પ્રમોશન પણ કિંગ ખાને જોરશોરથી કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news