લોકપ્રિય ડાન્સરે ઝેર ખાઈને કર્યો સુસાઇડનો પ્રયાસ, પાછું કર્યું એનું FB Live

હાલમાં આ કેસની ભારે ચર્ચા ચાલી રહી છે

લોકપ્રિય ડાન્સરે ઝેર ખાઈને કર્યો સુસાઇડનો પ્રયાસ, પાછું કર્યું એનું FB Live

હિસાર (રોહિત કુમાર) : અનેક હરિયાણવી મ્યુઝિકલ આલબમમાં કામ કરી ચૂકેલી ડાન્સર તેમજ કલાકાર અનામિકા બાવા એટલે કે એનબીએ પોતાના ઘરે ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો્ છે. જોકે હાલમાં અનામિકાની સ્થિતિ સ્થિર છે. અનામિકાએ તેના આ પ્રયાસનું ફેસબુક લાઇવ પણ કર્યું હતું. આ મામલાની માહિતી મળતા હિસારના આઝાદ નગર પોલીસ થાણાના અધિકારીએ તપાસ કરવાનું શરૂ કરી દીધું છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. અનામિકાનો દાવો છે કે તેનો પતિ કથિત પ્રેમિકાને કારણે તેને બહુ પરેશાન કરતો હતો અને માનસિક યાતના આપી રહ્યો હતો. 

આ પરિસ્થિતિથી ત્રસ્ત થઈને અનામિકાએ પોતાના ઘરમાં ઉંદર મારવાની દવા ખાઈ લીધી. અનામિકા હિસારની નવદીપ કોલોનીમાં રહે છે અને તેને એક દીકરો પણ છે. અનામિકાના લગ્ન પાંચ વર્ષ પહેલાં રોહતકના શેખર ખન્ના સાથે થયા હતા. શેખર વ્યવસાયે વીડિયો ડિરેક્ટર છે અને અનામિકાનો દાવો છે કે છેલ્લા બે વર્ષથી તેનું કોઈ બીજી મહિલા સાથે અફેર ચાલી રહ્યું છે.  શનિવારે શેખરનો જન્મદિવસ હતો અને આ દિવસે પણ તે પોતાના ઘરે ન આવતા અનામિકાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 

અનામિકાના દાવા પ્રમાણે જે મહિલાના કારણે તેનું પરિણીત જીવન વણસ્યું એ દિલ્હીની રહેવાસી છે. 29 વર્ષની અનામિકા એનબીના નામે ફેમસ છે. તેણે 12 વર્ષ પહેલાં મોડલિંગ શરૂ કર્યું હતું. તે અત્યાર સુધી 2000 કરતા વધારે ગીતો ગાઈ ચૂકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news