5 વર્ષ પહેલા જ સુશાંતને થયો હતો નેપોટિઝમનો અનુભવ, કંગનાની ટીમે આપ્યા પુરાવા

બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajpoot)ના મોતને એક મહિનાથી વધારે સમય થઇ ચુક્યો છે. પોલીસ તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી પોલીસ આ મામલે કોઇ પરિણામ સુધી પહોંચી શકી નથી. સુશાંતના આપઘાત મામલે ઇન્ડસ્ટ્રીના ઘણા એક્ટર્સ, ડાયરેક્ટર્સ અને પ્રોડ્યૂસર્સની પૂછપરછ કરવામાં આવી છે. સુશાંતના આપઘાત મામલે લોકોનું માનવું છે કે, તેણે ઇન્ડસ્ટ્રીઝમાં નેપોટિઝમથી તંગ આવી આ પગલું ઉઠાવ્યું.
5 વર્ષ પહેલા જ સુશાંતને થયો હતો નેપોટિઝમનો અનુભવ, કંગનાની ટીમે આપ્યા પુરાવા

નવી દિલ્હી: બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajpoot)ના મોતને એક મહિનાથી વધારે સમય થઇ ચુક્યો છે. પોલીસ તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી પોલીસ આ મામલે કોઇ પરિણામ સુધી પહોંચી શકી નથી. સુશાંતના આપઘાત મામલે ઇન્ડસ્ટ્રીના ઘણા એક્ટર્સ, ડાયરેક્ટર્સ અને પ્રોડ્યૂસર્સની પૂછપરછ કરવામાં આવી છે. સુશાંતના આપઘાત મામલે લોકોનું માનવું છે કે, તેણે ઇન્ડસ્ટ્રીઝમાં નેપોટિઝમથી તંગ આવી આ પગલું ઉઠાવ્યું.

સુશાંતના આપઘાત બાદ બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) પણ શરૂઆતથી ઇન્ડસ્ટ્રીઝ પર આરોપ લગાવી રહી છે કે, સુશાંતના મોતનું કારણ ઇન્ડસ્ટ્રીઝમાં ભાઇ-ભત્રીજાવાદ જ છે અને હવે તેના નિવેદનને યોગ્ય સાબિત કરવા માટે કંગનાની ટીમે સુશાંતની વર્ષ 2015માં કરેલી એક પોસ્ટને શોધી છે જેમાં સ્વ. એક્ટરે નેપોટિઝમને લઇને પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો.

— Team Kangana Ranaut (@KanganaTeam) July 24, 2020

કંગનાની ટીમે સુશાંતની તે ફેસબુક પોસ્ટનો સ્ક્રીનશોર્ટ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ પોસ્ટમાં સુશાંતે લખ્યું હતું કે, અમે અહીં આપણા પરિવારની માન્યતાઓને તે પ્રકારે પ્રોત્સાહન આપીએ છે જે પ્રકારે આપણા પરિવારના સભ્યોને. સાથે જ આ પોસ્ટ બાદ સુશાંતે હેશટેગ નેપોટિઝમ અને બોલિવુડ લખ્યું હતું. કંગનાની ટીમે આ પોસ્ટ શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું, 'એક જીનિયસ' દિમાગની યાતના, તેણે નેપોટિઝમના સર્કસ જોઇ તેની સામે લડવાની જગ્યાએ એન્જોય કરવાનો નિર્ણય કર્યો. તેણે લોકો દ્વારા આપવામાં આવેલા ખરાબ વિચારને સ્વીકારવાને બદલે તેને છોડી જવાનો નિર્ણય કર્યો.

ઉલ્લેખનીય છે કે, કંગના પહેલા પણ નેપોટિઝમની સામે અવાજ ઉઠાવતી રહી છે પરંતુ સુશાંતના મોત બાદથી તે એકવાર ફરીથી ખુલ્લેઆમ અવાજ ઉઠાવી રહી છે અને આ મામલે પોતાની વાત જણાવી રહી છે. કંગના બોલિવુડ સેલિબ્રિટી પર ઉગ્રતાથી નિવેદનો આપી રહી છે. કંગના સહિત ઘણા લોકો સતત સુશાંતના આપઘાત મામલે સીબીઆઇ તપાસની માગ કરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news