'તારક મહેતા...'ફેમ અભિનેત્રીએ શોના પ્રોડ્યુસર વિરુદ્ધ કેસ જીત્યો, અસિત મોદીને ફટકારવામાં આવ્યો મસમોટો દંડ
Taarak Mehta Ka Ooltah Chashmah: જેનિફર મિસ્ત્રીએ ગત વર્ષે અસિત મોદી, સોહિલ રમાણી અને જતિન રમાણી વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ દાખલ કર્યો હતો. કેસ અંગે જ્યારે મુંબઈ પોલીસ પાસેથી કોઈ જવાબ ન મળ્યો તો અભિનેત્રીએ મહારાષ્ટ્ર સરકાર પાસે મદદ માંગી હતી.
Trending Photos
ટીવી ઈન્ડસ્ટ્રીથી એક મોટા સમાચાર આવ્યા છે. વર્ષોથી લોકોનું મનોરંજન કરતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે વિવાદોને પણ ઊંડો નાતો રહ્યો છે. સીરિયલમાં મિસિસ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના પ્રોડ્યુસર અસિતકુમાર મોદી વિરુદ્ધ કોર્ટમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ કર્યો હતો. હવે આ કેસ પર એક વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. રિપોર્ટ્સ મુજબ જેનિફર આ કેસ જીતી ગઈ છે.
કોર્ટનો આદેશ
યૌન ઉત્પીડનના મામલામાં જેનિફરની જીત બાદ હવે શોના પ્રોડ્યુસર અસિતકુમાર મોદીને બાકી રકમ અને 5 લાખ રૂપિયાનું વળતરનો આદેશ અપાયો છે. અત્રે જણાવવાનું કે જેનિફર મિસ્ત્રીએ અસિતકુમાર મોદી પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો અને ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારની મદદતી તે આ મામલે કાર્યવાહીમાં આગળ વધી હતી. જેનિફર મિસ્ત્રીએ નારાજગી પણ વ્યક્ત કરી કે તેના પક્ષમાં ચુકાદો આવવા છતાં આરોપીને સજા મળી નહીં. જેનિફર મિસ્ત્રીએ ગત વર્ષે અસિત મોદી, સોહિલ રમાણી અને જતિન રમાણી વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ દાખલ કર્યો હતો.
કેસ અંગે જ્યારે મુંબઈ પોલીસ પાસેથી કોઈ જવાબ ન મળ્યો તો અભિનેત્રીએ મહારાષ્ટ્ર સરકાર પાસે મદદ માંગી હતી. સ્થાનિક ફરિયાદ સમિતિની રચના બાદ આ મામલે કાર્યવાહી તેજ થઈ અને ત્યારબાદ અસિત મોદી વર્ક પ્લેસ પર મહિલાઓના શારીરિક ઉત્પીડન (Prevention, Prohibition, and Redressal) એક્ટ 2013 હેઠળ ચાર મહિનામાં જ દોષિત ઠર્યા.
જેનિફરના પક્ષમાં ચુકાદો છતાં નારાજ
જેનિફર મિસ્ત્રીએ કહ્યું કે નક્કર પુરાવા સાથે ચુકાદો મારા પક્ષમાં આવ્યો. અસિતકુમારને 5 લાખનો દંડ થયો. વળતરની બાકી રકમ અને જાણીજોઈને મને ચૂકવવાની થતી રકમ ન આપવા બદલ વધારાની રકમ ચૂકવવાનો તેમને આદેશ થયો છે. જે કુલ લગભગ 25થી 30 લાખ રૂપિયા છે. આ ચુકાદો 15 ફેબ્રુઆરી 2024ના રોજ આવ્યો પણ મને મીડિયા પર શેર ન કરવા જણાવવામાં આવ્યું હતું. 40 દિવસ થઈ ગયા છતાં મને મળવાપાત્ર રકમ મળી નથી. અસિત મોદીને જાતીય શોષણના દોષિત સાબિત કર્યા છતાં ત્રણેય આરોપીઓને કોઈ સજા થઈ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે