TMKOC: બબીતાજીએ વ્યક્ત કર્યું દર્દ, ટીચર બ્રાની સ્ટ્રીપ ખેંચતો અને સ્તનો પર થપ્પડ મારતો હતો'
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તાએ થોડા વર્ષો પહેલાં પોતાના સાથે થયેલી કેટલીક ખૌફનાક ઘટનાઓને યાદ કરતાં ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી.
Trending Photos
મુંબઇ: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તાએ થોડા વર્ષો પહેલાં પોતાના સાથે થયેલી કેટલીક ખૌફનાક ઘટનાઓને યાદ કરતાં ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. #MeToo મૂવમેન્ટના લીધે પોતાની સાથે થયેલા યૌન ઉત્પીડનને સમાજ સમક્ષ રાખ્યો છે.
મુનમુન દત્તાએ ઇંસ્ટાગ્રામ પર શેર કર્યું દર્દ
જાણિતી ટીવી અભિનેત્રી મુનમુન દત્તા એક્ટિંગ ઉપરાંત પોતાની સુંદરતા માટે પણ જાણિતી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનાર મુનમુનએ વર્ષ 2017 માં પોતાની સાથે થયેલી યૌન શોષણની ઘટનાઓ ઉલ્લેખ કર્યો હતો. તેમણે 25 ઓક્ટોબરના રોજ પોતાના ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં દર્દ વ્યક્ત કર્યું હતું. (Photo Credit: Munmun Dutta Instagram)
Me Too મૂવમેંટના લીધે કરી હતી આ પોસ્ટ
મુનમુન દત્તાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે આ પ્રકારની પોસ્ટને શેર કરવા અને મહિલાઓ પર થયેલા યૌન ઉત્પીડનને લઇને થઇ રહેલા આ વૈશ્વિક જાગૃતતામાં સામેલ થવા અને તે મહિલાઓની એકજુટતા બતાવવ જે ઉત્પીડનમાંથી પસાર થઇ રહી છે, આ સમસ્યાની ભયાવહતાને દર્શાવે છે. (Photo Credit: Munmun Dutta Instagram)
'સારા' પુરૂષો થયા હેરાન
આગળ મુનમુન સેને લખ્યું- 'હું હૈરાન છું કેટલાક 'સારા' પુરૂષ તે મહિલાઓની સંખ્યા જોઇને સ્તબધ છે, જેમણે બહાર આવીને પોતાના #metoo અનુભવોને શેર કર્યા છે. આ તમારા ઘરમાં જ છે, તમારી જ બહેન, પુત્રી, માતા, પત્ની અથવા અહીં સુધી કે તમારી નોકરાણી સાથે થઇ રહ્યું છે. તેમનો વિશ્વાસ પ્રાપ્ત કરો અને તેમને પૂછો. તમે તેમના જવાબો પર આશ્વર્ય પામશો. તમે તેમની વાતોથી આશ્વર્યચકિત થશો. (Photo Credit: Munmun Dutta Instagram)
બાળપણથી ધૂરતી નજરોથી લાગતો હતો ડર
મુનમુન આગળ લખે છે કે આ પ્રકારે કંઇપણ લખતાં મારી આંખોમાં આંસૂ આવી જાય છે. જ્યારે હું નાની હતી તો મારા પડોશના અંકલ અને ધૂરતી તેમની નજરથી ડરતી હતી, જે ક્યારેય પણ તક જોઇને મને જોતી હતી અને જાણે ધમકાતી આ વાત બીજા કોઇને જણાવતી નહી અથવા મારા મોટા કઝિન જે મને પોતાની પુત્રી માફક જોઇતા હતા અથવા તે વ્યક્તિ જેણે મને હોસ્પિટલમાં જન્મતા જોઇ હતી પછી 13 વર્ષ પછી તેને લાગ્યું કે તે મારા શરીરના અંગોને અડી શકે છે કારણ કે મારા શરીરમાં ફેરફાર થઇ રહ્યા હતા. (Photo Credit: Munmun Dutta Instagram)
મારા પેન્ટમાં હાથ નાખ્યો હતો
અથવા મારા ટ્યૂશન ટીચર જેણે મારા અંડરપેંટમાં હાથ નાખ્યો હતો અથવા બે બીજા ટીચર જેને મેં રાખડી બાંધી હતી. જે છોકરીઓને ક્લાસમાં ઠપકા માટે બ્રાની સ્ટ્રીપ ખેંચતો હતો અને તેમના સ્તનો પર થપ્પડ મારતો હતો અથવા પચેહે તે ટ્રેન સ્ટ્રેશનનો વ્યક્તિ જે આમ જ અડી લેતો હતો. કેમ? કારણ કે તમે નાના હોવ છો અને આ બધું જણાવતાં ડરો છો. (Photo Credit: Munmun Dutta Instagram)
મને પોતાના પર ગર્વ છે
તેમણે લખ્યું કે આ ધૃણિત ભાવનાઓને પોતાનાથી દૂર કરવા માટે મને વર્ષો લાગશે. આ આંદોલનમાં સામેલ થનાર વધુ એક અવાજ બનવા માટે ખુશ છું અને લોકોને અહેસાર અપાવું છું કે મને પણ છોડવામાં આવી નથી. આજે મને એટલો અહેસાર થઇ ગયો કે હું કોઇપણ વ્યક્તિને ચીરી નાખીશ જો દૂરથી પણ મારી સાથે કંઇપણ કરવાનો પ્રયત્ન કરશે. આજે મને પોતાના પર ગર્વ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે