FIR on Asit Modi: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો પર સંકટના વાદળ ઘેરાયા! પ્રોડ્યુસર અસિત મોદી વિરુદ્ધ FIR દાખલ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના પ્રોડ્યુસર અસિત મોદી પર તાજેતરમાં શારીરિક શોષણનો આરોપ લાગ્યો હતો. હવે આ કેસમાં અસિત મોદી અને અન્ય બે લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. શોમાં મિસિસ સોઢીની ભૂમિકા ભજવનાર કલાકાર જેનિફર મિસ્ત્રીએ પ્રોડ્યુસર પર શારીરિક સતામણીનો આરોપ લગાવ્યો હતો.
Trending Photos
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના પ્રોડ્યુસર અસિત મોદી પર તાજેતરમાં શારીરિક શોષણનો આરોપ લાગ્યો હતો. હવે આ કેસમાં અસિત મોદી અને અન્ય બે લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. શોમાં મિસિસ સોઢીની ભૂમિકા ભજવનાર કલાકાર જેનિફર મિસ્ત્રીએ પ્રોડ્યુસર પર શારીરિક સતામણીનો આરોપ લગાવ્યો હતો. જેનિફરે અસિત સાથે જ શોના એક્ઝીક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ અને ઓપરેશન હેડ સોહેલ રમાણી વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને હવે આ મામલે ત્રણેય વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે.
મુંબઈ પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ પવઈ પોલીસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદી, ઓપરેશન હેડ સોહેલ રમાણી અને એક્ઝીક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. આ કેસ આઈપીસીની કલમ 354 અને 509 હેઠળ શોના કલાકાર તરફથી કરાયેલી ફરિયાદના આધારે દાખલ કરાયો છે. હાલ આ કેસમાં કોઈ ધરપકડ થઈ નથી.
જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો અને પોતાની વાત સોશિયલ સાઈટ પર વીડિયો દ્વારા શેર કરી હતી. હવે એફઆઈઆર દાખલ થતા અસિત મોદી પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે