તમન્ના ભાટિયાએ પહેલીવાર જાહેર કરી તેના અને વિરાટ કોહલીના અફેરની હકીકત

હાલમાં વિરાટ કોહલીએ તો અનુષ્કા શર્મા સાથે લગ્ન કરીને ઠરીઠામ થઈ ગયો છે

તમન્ના ભાટિયાએ પહેલીવાર જાહેર કરી તેના અને વિરાટ કોહલીના અફેરની હકીકત

મુંબઈ : 2012માં ક્રિકેટર વિરાટ કોહલી અને એક્ટ્રેસ તમન્ના ભાટિયાના અફેરની જોરદાર ચર્ચા હતી. એ સમયે બંનેએ એક એડમાં સાથે કામ કર્યું હતું અને પછી તેમના અફેરની ચર્ચા શરૂ થઈ ગઈ હતી પણ તેમણે ક્યારેય આ વાતનો જાહેરમાં સ્વીકાર નહોતો કર્યો. જોકે મળતી માહિતી પ્રમાણે થોડા સમય પછી જ બંને અલગ થઈ ગયા હતા અને વિરાટનું નામ બ્રાઝિલીયન મોડેલ ઇઝાબેલ (Izabelle Leite) સાથે જોડાવા લાગ્યું હતું. 

હવે ફિલ્મફેરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં બાહુબલી ફિલ્મની એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ વિરાટ કોહલી સાથેની ડેટિંગની ચર્ચા પર સ્પષ્ટતા કરી છે. તેનો દાવો છે કે એક એડ ફિલ્મના શૂટિંગ વખતે તે વિરાટને મળી હતી પણ પછી તેમની વચ્ચે કોઈ વાતચીત નથી થઈ અને તેઓ મળ્યા પણ નથી. તમન્નાએ કહ્યું હતું કે મને લાગે છે કે શૂટિંગ વખતે અમે ચાર-પાંચ શબ્દોની વાતચીત કરી હતી, બસ એટલું જ. 

વિરાટ અને તમન્ના બંને આજે પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. વિરાટે 2017ના ડિસેમ્બર મહિનામાં અનુષ્કા શર્મા સાથે ઇટાલીમાં લગ્ન કર્યા હતા અને ત્યારથી તેમની પર્ફેક્ટ કપલ તરીકેની ઇમેજ જળવાયેલી છે. બીજી તરફ તમન્ના પોતાની ફિલ્મી કરિયરમાં વ્યસ્ત છે. ચર્ચા હતી કે તમન્ના પોતાના USA બેઝ્ડ ફિઝિશિયલ બોયફ્રેન્ડ સાથે 2019માં લગ્ન કરવાની છે. જોકે એક્ટ્રેસે આ વાતને સાવ ખોટી ગણાવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news