આ સ્ટાર્સ પોતાની ડેબ્યૂ રિલીઝ થતાં પહેલાં જ મેળવી ચૂક્યા હતા બીજી ફિલ્મ!
Trending Photos
મુંબઇ: બોલીવુડના નવા કલાકાર હાલમાં પોતાની ડેબ્યૂ ફિલ્મની રિલીઝ સાથે પોતાની બીજી ફિલ્મ સાઇન કરવામાં વ્યસ્ત છે. અનન્યા પાંડે, સારા અલી ખાન, તારા સુતારિયા અને ઇશાન ખટ્ટર જેવા કલાકારોએ પોતાની ડેબ્યૂ રિલીઝ પહેલાં જ પોતાની બીજી ફિલ્મ સાઇન કરી લીધી હતી. પ્રશંસકોની વિશાળ સંખ્યા સાથે આ નવોદિત અત્યારથી જ ઇંડસ્ટ્રીમાં છવાયેલા છે.
ટીન સેંસેશન અને બોલીવુડની સૌથી નાની ઉંમરની બ્રાંડ એંડોર્સર, અનન્યા પાંડે, જે સ્ટૂડન્ટ ઓફ ધ ઈયર 2 સાથે પોતાની શરૂઆત કરવા માટે પુરી રીતે તૈયાર છે, તે ડેબ્યૂ ફિલ્મની રિલીઝ પહેલાં જ કાર્તિક આર્યન સાથે ''પતિ પત્ની ઔર વો'' નામની પોતાની બીજી ફિલ્મ સાઇન કરી ચૂકી છે.
નિર્માતા ભૂષણ કુમાર જે ''પતિ પત્ની ઔર વો'' અને ''મેજાવાં'' બંનેનું સમર્થન કરી રહ્યા છે. કહે છે કે ''એક મોટું પ્રોડ્ક્શન હાઉસ એક અભિનેતાને ફક્ત ત્યારે જ લોન્ચ કરે છે જ્યારે વ્યક્તિ વિશે ખૂબ જ આશ્વસ્ત હોય. હું અનન્યા અને તારાને મળી ચૂક્યો છું. તે પાત્રોના અનુરૂપ છે, એટલા માટે તેમની પહેલી રિલીઝ પહેલાં તેમને કાસ્ટ કરવામાં કંઇ ખોટું નથી.''
ઇશાન ખટ્ટરે ધડક પહેલાં 'બિયોન્ડ ધ ક્લાઉડ્સ'' સાઇન કરી હતી, અને સારા અલીના ખોળામાં પણ કેદારનાથ અને સિમ્બા નામની બે ફિલ્મો હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે