Vivek Oberoi Birthday : ઐશ્વર્યાના ચક્કરમાં કરિયર ગુમાવી ચૂક્યો આ અભિનેતા, PM મોદીનો રોલ કરીને પણ બોલિવુડમાં નસીબ ચમકાવી ન શક્યો

Vivek Oberoi Birthday : જન્મ દિવસ પર અભિનેતા વિવેક ઓબેરોયની જાણો અંગત વાતો, કેમ રહ્યું તેમનું વિવાદોથી ભરપૂર ફિલ્મી કરિયર

Vivek Oberoi Birthday : ઐશ્વર્યાના ચક્કરમાં કરિયર ગુમાવી ચૂક્યો આ અભિનેતા, PM મોદીનો રોલ કરીને પણ બોલિવુડમાં નસીબ ચમકાવી ન શક્યો

અમદાવાદ :બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકતાની સાથે દર્શકોના દિલ પર રાજ કરના અભિનેતા વિવેક ઓબેરોયનો આજે 46મો જન્મ દિવસ છે. ફિલ્મી કરિયરની સાથે તેમનું અંગત જીવન પણ ખુબ જ વૈભવી રહ્યું છે. ત્યારે આવો જાણીએ વિવેક ઓબેરોયની અજાણી વાતો વિશે.

વર્ષ 2002માં ફિલ્મ કંપનીથી વિવેક ઓબેરોયે કંપની ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી મારી હતી. તેમની પહેલી ફિલ્મ જ હિટ થઈ હતી. તેની બીજી ફિલ્મ સાથિયા પણ જબરજસ્ત હિટ રહી હતી. વિવેક ઓબેરોય પોતાના કરિયરમાં એક બાદ એક બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે. અભિનેતાની સાથે સાથે વિવેક ઓબેરોય એક સફળ બિઝનેસ મેન પણ છે. જો કે તેમનું ફિલ્મી કરિયર ખુબ જ વિવાદોથી ઘેરાયેલું પણ રહ્યું છે.

સલમાન ખાન સાથે વિવાદ
એશ્વર્યા રાય માટે વિવેક ઓબેરોયે દબંગ ખાન સલમાનની દુશ્મની વ્હોરી હતી. જ્યારે ઐશ્વર્યા રાય વિવેકને ડેટ કરી રહી હતી. તે સમયે વિવેક ઓબેરોય કહ્યું હતું કે સલમાન ખાન તેને ધમકી આપી રહ્યો છે. સાથે કહ્યું હતું કે સલમાને તેને 42 વખત ફોન કર્યો હતો. આ વિવાદ બાદ ઈન્ડસ્ટ્રીમાં વિવેક ઓબેરોયની ઈમેજ બદલાઈ ગઈ હતી. જો કે સલમાન ખાન પર વિવેક ઓબેરોયની કારકિર્દી બગાડવાનો પણ આરોપ લાગ્યો હતો.

100 કરોડથી વધુની સંપત્તિનો માલિક
વિવેક ઓબેરોય અભિનેતાની સાથે ઉદ્યોગપતિ અને નિર્માતા પણ છે. તેમની કુલ સંપત્તિ લગભગ 15 મિલિયન એટલે કે 100 કરોડથી વધુ છે. તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, પેઇડ પ્રમોશન અને બિઝનેસ છે. વિવેક ઓબેરોય પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.

14 કરોડના આલિશાન બંગલામાં રહે છે
વિવેક ઓબેરોય તેના પરિવાર સાથે મુંબઈના જુહુમાં 14.5 કરોડના એક આલિશાન બંગલામાં રહે છે. આ બંગલો 234.20 ચોરસ મીટરમાં ફેલાયેલો છે. તેનો કાર્પેટ એરિયા લગભગ 2100 ચોરસ ફૂટ છે. વિવેક ઓબેરોયે બંગલાના રજિસ્ટ્રેશનમાં લગભગ 85 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

લક્ઝુરિયસ કારના છે શોખીન
વિવેક ઓબેરોય લક્ઝુરિયસ કારનો ખુબ શોખ ધરાવે છે. જેથી તેની પાસે ઘણી લક્ઝરી કાર છે. જેમાં આશરે 2.92 કરોડની કિંમતની લેમ્બોર્ગિની ગેલાર્ડો, 4.5 કરોડની ક્રાઈસ્લર 300c લિમોઝીન, 87 લાખની કિંમતની મર્સિડીઝ GLS 350d અને 67 લાખની કિંમતની મર્સિડીઝ GLE 250d કાર છે.

પ્રધાનમંત્રીની બાયોપિકમાં કર્યું કામ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિક ફિલ્મમાં વિવેક ઓબેરોયે કામ કર્યું છે. જેમાં વિવેક ઓબેરોય પ્રધાનમંત્રીના રોલમાં જોવા મળ્યો હતો. જેમાં તેમની એક્ટિંગના જેટલા વખાણ થયા તેટલા વિવાદ પણ થયા હતા. ભાજપનું સમર્થન કરવા બદલ ઘણી ટિકાઓનું સામનો પણ કરવો પડ્યો હતો.

2010 વિવેક ઓબેરોયે કર્યા લગ્ન
ઐશ્વર્યા સાથે બ્રેકઅપ થયા બાદ વિવેક ઓબેરોય થોડા સમય માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થયો હતો. અને વર્ષ 2010માં વિવેક ઓબેરોયે એરેન્જ્ડ મેરેજ કર્યા હતા. કર્ણાટકના પૂર્વ મંત્રી સ્વર્ગસ્થ જીવરાજ આલ્વાની પુત્રી પ્રિયંકા આલ્વા સાથે વિવેક ઓબેરોયના લગ્ન થયા. વિવેક અને પ્રિયંકાની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે.

ન્યુયોર્કમાં શીખ્યો અભિનય
વિવેક ઓબેરોયનું 3 સપ્ટેમ્બર 1976માં હૈદરાબાદમાં જન્મ થયો હતો. તેમના પિતા સુરેશ ઓબેરોય પણ અભિનેતા છે. તેમની માતાનું નામ યશોધરા ઓબેરોય છે. શરૂઆતી શિક્ષણ હૈદરાબાદમાં લીધા બાદ અજમેર ગયો હતો. જો કે પરિવારનું બેકગ્રાઉન્ડ ફિલ્મી હોવાથી તેને પણ તેમાં રસ હતો. જેથી અભિનય શીખવા માટે તે ન્યુયોર્ક ગયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news