31 વર્ષની આ અભિનેત્રીને આવ્યો હાર્ટ એટેક, ICUમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે

ટેલિવિઝિન અભિનેત્રી અને મોડલ ગેહના વશિષ્ઠ (Gehana Vasisth)ને ખાવાપીવામાં ધ્યાન ન રાખવું ભારે પડી ગયું છે. પોતાની જાતનું ધ્યાન ન રાખીને લાંબા સમય સુધી કામ કરતા રહેવાના કારણે કાર્ડિયાક અરેસ્ટ થયો છે.

Updated By: Nov 22, 2019, 04:53 PM IST
31 વર્ષની આ અભિનેત્રીને આવ્યો હાર્ટ એટેક, ICUમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે
તસવીર-સાભાર Twitter @Gehana

મુંબઈ: ટેલિવિઝિન અભિનેત્રી અને મોડલ ગેહના વશિષ્ઠ (Gehana Vasisth)ને ખાવાપીવામાં ધ્યાન ન રાખવું ભારે પડી ગયું છે. પોતાની જાતનું ધ્યાન ન રાખીને લાંબા સમય સુધી કામ કરતા રહેવાના કારણે કાર્ડિયાક અરેસ્ટ થયો છે. જેના કારણે હાલ હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલના ડોક્ટરે કહ્યું કે ગુરુવારે ગેહના હોસ્પિટલમાં દાખલ થઈ અને હાલ તેની હાલત ખુબ નાજુક છે તથા તેને વેન્ટિલેટર પર અને અન્ય જીવન રક્ષક ઉપકરણોના સહારે રાખવામાં આવી છે. મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી રક્ષા હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે. 

જુઓ LIVE TV

હોસ્પિટલના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ લો બીપી અને ગંભીર સ્ટ્રોકના પગલે 31 વર્ષની આ અભિનેત્રીને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો. ડોક્ટરો અનુમાન લગાવી રહ્યાં છે કે પ્રિસ્ક્રિપ્શનમાં લખેલી દવાઓ અને તેના દ્વારા સેવન કરાયેલી કોઈ એનર્જી ડ્રિંક વચ્ચે પ્રતિકૂળ પ્રતિક્રિયા થવાના કારણે આ હાલત થઈ હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ગુરુવારે બપોરે મડ આઈલેન્ડમાં એક વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન અચાનક તે બેહોશ થઈ ગઈ હતી અને તરત તેને હોસ્પિટલમાં ખસેડાઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube