Urfi Javed Bold Photo: બોલ્ડ થવાના ચક્કરમાં તમામ હદો પાર!, ઉર્ફી જાવેદે એવી રીતે પહેરી સાડી...
Urfi Javed Bold Photo: ઉર્ફી જાવેદે સાડીના આઉટફિટમાં એક ફોટો શેર કર્યો છે. આ ફોટો લેટેસ્ટ નથી, જૂનો છે. એક વખત તેણે એરપોર્ટ લૂક તરીકે સાડી પહેરી હતી. આ સાડી સામાન્ય રીતે જે રીતે પહેરવામાં આવતી હોય છે તેવી નહતી. કારણ કે તે વચ્ચેથી ખુલ્લી હતી. સાડીના બ્લાઉઝમાં વચ્ચે કટ હતો.
Trending Photos
Urfi Javed Photo: ઉર્ફી જાવેદ ખુબ જ બોલ્ડ છે અને આ ટીવી અભિનેત્રી તેની અજીબોગરીબ ફેશન સેન્સ અને સેક્સી આઉટફિટ માટે પણ જાણીતી છે. સાડી હોય કે પછી બિકિની, તે પોતાના ડ્રેસને અલગ રીતે પહેરે છે. ઉર્ફીએ હાલમાં જ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર, પોતાના એક જૂના આઉટફિટનો ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં બિગ બોસ ઓટીટીની આ એક્સ કન્ટેસ્ટન્ટે એક સાડી પહેરી છે. આ કોઈ મામૂલી રીતે પહેરેલી સાડી નહતી. તે આગળથી અને સાઈડમાંથી ખુલ્લી હતી. ખુબ જ બોલ્ડ સ્લિટ પણ હતો.
અત્રે જણાવવાનું કે ઉર્ફી હાલતાને ચાલતા આવા કપડાં પહેરતી જોવા મળે છે. એક વખત તેણે એરપોર્ટ લૂક તરીકે સાડી પહેરી હતી. આ સાડી સામાન્ય રીતે જે રીતે પહેરવામાં આવતી હોય છે તેવી નહતી. કારણ કે તે વચ્ચેથી ખુલ્લી હતી. સાડીના બ્લાઉઝમાં વચ્ચે કટ હતો. જેના કારણે ઉર્ફીનું ક્લીવેજ નજરે ચડતું હતું અને વચ્ચે કપડું ન હોવાના કારણે ઉર્ફીનું પેટ અને નાભિ પણ દેખાતા હતા. એટલું જ નહીં સાડીની સાઈડમાં હાઈ સ્લિટ પણ હતું.
વાત જાણે એમ છે કે ઉર્ફીએ આ સાડીમાં લીધેલી સેલ્ફી હાલમાં જ સોશિયલ મીડિયામાં શેર કરી છે. ફોટો શેર કરીને ઉર્ફીએ ફેન્સને પૂછ્યું છે કે શું તમને લોકોને આ સાડી યાદ છે...જે મે એરપોર્ટ પર પહેરી હતી?
ઉર્ફી થોડા સમય પહેલા પણ એરપોર્ટ પર બિકિનીમાં જોવા મળી હતી. ત્યારે તે પોતાના આ લૂક માટે ખુબ ટ્રોલ પણ થઈ હતી. અનેક લોકોએ કહ્યું હતું કે તેઓ તેને કપડાં મોકલવા માંગે છે જેના પર ઉર્ફીએ પણ પછી હેટર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે