જેકી ચેનની પુત્રીની છે આવી દયનિય હાલત, VIDEO દ્વારા માંગી મદદ
Trending Photos
નવી દિલ્હી: જેકી ચેનનું નામ આવતાં બધા જ લોકોના મગજમાં તેમની એક્શન આવે છે. જેકી ચેન પોતાની એક્શન ફિલ્મોના લીધે જાણિતા છે પરંતુ તાજેતરમાં તેમની પુત્રીનો એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેકી ચેનની પુત્રી એટા એનજી ન્યૂ યોર્કમાં રહે છે અને તે પૈસા ન હોવાની કારણે રસ્તા પર ઉંઘવા પર મજબૂર છે. એટાએ યૂટ્યૂબ પર એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોના માધ્યમથી તે લોકો પાસે મદદની અપીલ કરી રહી છે.
જોકે, એટાએ આ વીડિયોમાં કહ્યું છે કે 'હું અને મારી ગર્લફ્રેંડ ગત એક મહિનાથી રસ્તા પર જીંદગી વિતાવી રહ્યાં છે અને તેના લીધે અમારા હોમોફોબિક ઘરવાળા છે.' એટા લેસબિયન છે અને પોતાની ગર્લફ્રેંડ સાથે રહે છે. તેણે વીડિયોમાં એમપણ કહ્યું કે તેમણે પોલીસ અને હોસ્પિટલમાં જઇને પણ મદદ માંગી પરંતુ કોઇ તેમની મદદ કરતું નથી. જેથી તેમણે યૂટ્યૂબ પર એક વીડિયો અપલોડ કર્યો.
અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડલાઇફ.કોમમાં પ્રકાશિત એક રિપોર્ટનું માનીએ તો એટા પૂર્વ મિસ ક્વીન એલાઇન એનજીની પુત્રી છે, જેની સાથે જેકી ચેનનું અફેર હતું. જોકે જેકીએ ક્યારેય પણ પોતાની પુત્રી હોવાની વાતને સ્વિકારી નથી પરંતુ તેમણે એલાઇનની સાથે પોતાના અફેરને સાચું ગણાવ્યું હતું. તો બીજી તરફ આ વીડિયો પર એટા ની મા એલાઇને કહ્યું કે તેમણે આ પ્રકારે વીડિયો અપલોડ કરવાના બદલે કામ શોધી લેવું જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે