ખેડૂતોનું એલાન, શહેરોમાં 10 દિવસ સુધી નહી પહોંચવા દઇએ ફળ, શાકભાજી અને દૂધ

સહકારી બેંકોના લોન ન ચૂકવી શકતાં ખેડૂતો પર પંજાબ સરકાર દ્વારા કાર્યવાહીની વાત કરવામાં આવી છે. તેના જવાબમાં પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના ખેડૂતોએ 1 જૂન 10 જૂન સુધી પોતાના ગામને સીલ કરીને શહેરોમાં શાકભાજી, ફળ અને દૂધ સપ્લાઇ અટકાવી દેવાનું એલાન કર્યું છે. ચંદીગઢમાં બુધવારે એકઠા થયેલા નેતાઓએ આ એલાન કર્યું છે. ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ રાષ્ટ્રીય કિસાન મહાસંઘ કરી રહ્યું છે. આ સંગઠનમાં દેશભરના 110 ખેડૂત સંગઠન આવે છે.  
ખેડૂતોનું એલાન, શહેરોમાં 10 દિવસ સુધી નહી પહોંચવા દઇએ ફળ, શાકભાજી અને દૂધ

ચંદીગઢ: સહકારી બેંકોના લોન ન ચૂકવી શકતાં ખેડૂતો પર પંજાબ સરકાર દ્વારા કાર્યવાહીની વાત કરવામાં આવી છે. તેના જવાબમાં પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના ખેડૂતોએ 1 જૂન 10 જૂન સુધી પોતાના ગામને સીલ કરીને શહેરોમાં શાકભાજી, ફળ અને દૂધ સપ્લાઇ અટકાવી દેવાનું એલાન કર્યું છે. ચંદીગઢમાં બુધવારે એકઠા થયેલા નેતાઓએ આ એલાન કર્યું છે. ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ રાષ્ટ્રીય કિસાન મહાસંઘ કરી રહ્યું છે. આ સંગઠનમાં દેશભરના 110 ખેડૂત સંગઠન આવે છે.  

એટલું જ નહી ખેડૂતોએ એ પણ એલાન કર્યું છે જે જ્યાં સુધી કોઇ જરૂરી કામ નહી હોય ત્યાં સુધી ખેડૂત ગામની બહાર શહેર જઇ શકશે નહી. ત્રણ રાજ્યોમાં ગામની સીમાને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવશે. ખેડૂતોનું કહેવું છે કે સરકારો વાયદો કરી ફરી જાય છે. ન્યૂનતમ સપોર્ટ ભાવ (એમએસપી)ને વધારવામાં આવે છે, જેના લીધે ખેડૂતોને સીધું નુકસાન થઇ રહ્યું છે. ખેડૂતોના આ આંદોલનને ભાજપના પૂર્વ નેતા યશવંત સિંહાનું પણ સમર્થન છે.

ખેડૂત નેતાઓએ બુધવારે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે અમે લાંબા સમયથી સ્વામીનાથન રિપોર્ટને લાગૂ કરવાની માંગ કરી રહ્યાં છીએ, પરંતુ સરકાર બિલકુલ ધ્યાન આપી રહી નથી. બધી રાજ્ય સરકારો અન્ય સેક્ટરના લોકો પર પૈસા ખર્ચ કરે છે, પરંતુ ખેડૂતોના ઉદ્ધાર માટે કોઇ ધ્યાન આપી રહી નથી. મજબૂર થઇને ખેડૂતોને શહેરોમાં શાકભાજી, દૂધ, ફળની સપ્લાઇ રોકવાનો નિર્ણય કર્યો છે.

દિલ્હીમાં સાતમા આસમાને પહોંચી મોંઘવારી
દિલ્હીના વિભિન્ન શાકમાર્કેટ એસોસિએશન સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે ખેડૂતો આમ કરશે  તો તેની સીધી અસર પડશે. તેમનું કહેવું છે કે દિલ્હીમાં લગભગ 40 ટકા શાકભાજી હરિયાણા અને પંજાબથી આવે છે. પંજાબ-હરીયાનાની શાકભાજી માર્કેટમાં નહી આવતાં યૂપી પર દબાણ પડશે, જેથી મોંઘવારી વધશે તે નક્કી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગરમી શરૂ થતાં પહેલાંથી જ શાકભાજીની આવક ઓછી થઇ ગઇ છે અને ભાવ વધી રહ્યાં છે. ખેડૂતોના આંદોલનના લીધે મોંઘવારી વધી શકે છે.

પંજાબ સરકારે ખેડૂતો વિરૂદ્ધ કાર્યવાહીની ચેતાવણી આપી
પંજાબ સરકારે એવા મોટા ખેડૂતો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની ચેતાવણી આપી છે, જેમણે ક્ષમતા હોવાછતાં સહકારી બેંકોની લોન ચૂકવી નથી. રાજ્યના સહકારી મંત્રી સુખજીંદર સિંહ રન્ધાવાએ કહ્યું કે મોટા ખેડૂતો પર સહકારી બેંકોની 276 કરોડ રૂપિયાની લોન બાકી છે. 

રંઘવાએ એક એક મોટું નિવેદન આપતાં કહ્યું કે 'પહેલાં તબક્કામાં, સહકારી બેંકોને મજબૂત કરવા માટે વસૂલી પર ભાર મૂકવામાં આવશે તથા ખાનગી બેંકોની માફક કાર્ય પ્રવૃત્ત કરવામાં આવશે. જે મોટા ખેડૂત છે તેમની યાદી તૈયાર કરવામાં આવી છે અને જેમણે લોનનો એક પણ હપ્તો ભર્યો નથી.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news