Paltan Title Track: 'પલટન'નું ટાઇટલ ટ્રેક છે દેશભક્તિથી છલકાતું

7 સપ્ટેમ્બર, 2018ના દિવસે રિલીઝ થશે જે.પી. દત્તાની આ ફિલ્મ 

Paltan Title Track: 'પલટન'નું ટાઇટલ ટ્રેક છે દેશભક્તિથી છલકાતું

મુંબઈ : ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડિરેક્ટર જે.પી. દત્તા પોતાની નવી ફિલ્મ ‘પલટન’થી બોક્સઓફિસ પર ધમાલ મચાવવા તૈયાર છે. થોડા દિવસ પહેલાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાંઆવ્યું હતું. આ ફિલ્મના ટ્રેલરે પણ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ મલ્ટિસ્ટારર ફિલ્મ મારફતે 1967માં થયેલા ભારત-ચીન યુદ્ધની હકીકતને દર્શાવવામાં આવશે. 

નોંધનીય છે કે 1962માં પણ ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધના પાંચ વર્ષમાં જ ચીને બીજીવાર ભારત પર હુમલો કર્યો હતો. આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થતા જ લોકો આ ફિલ્મની સરખામણી જે.પી. દત્તાની બોર્ડર સાથે કરવા લાગ્યા. હવે આ ફિલ્મના ટાઇટલ ટ્રેકને રિલીઝ કરવામાં આવ્યું છે. 

આ ટાઇટલ ટ્રેકને જાવેદ અખ્તર અને અનુ મલિકે મળીને કમ્પોઝ કર્યું છે. આ ફિલ્મની ખાસિયત એ છે એમાં લાંબો સમય ઘણાં સ્ટાર્સ એકસાથે જોવા મળશે. આ ફિલ્મમાં જેકી શ્રોફ, અર્જુન રામપાલ, સોનુ સુદ, ગુરમીત ચૌધરી, હર્ષવર્ધન રાણે, સિદ્ધાર્થ કપૂર, લવ સિંહા, ઇશા ગુપ્તા, સોનલ ચૌહાણ અને દીપિકા કક્કડ જેવા કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે અને એની ટક્કર હેલિકોપ્ટર ઇલા અને લૈલા મજનૂ જેવી ફિલ્મો સાથે થવાન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news