Big Bossના ભૂતપૂર્વ સ્પર્ધકનું વિવાદિત નિવેદન, ઉભો થઈ શકે છે વિવાદોનો વંટોળ
વિકાસ ગુપ્તા Big Boss 11માં સ્પર્ધક તરીકે ભાગ લઈ ચૂક્યો છે
Trending Photos
નવી દિલ્હી : ટેલિવિઝન પ્રોડ્યુસર તેમજ હોસ્ટ વિકાસ ગુપ્તાએ નિવેદન કર્યું છે કે જ્યારે મહિલાઓ સાથે સમાનતાથી વ્યવહાર કરવાનો મુદ્દો આવે છે ત્યારે ભારતમાં બેવડું વલણ અપનાવવામાં આવે છે. રિયાલિટી ટેલિવિઝન શો 'બિગ બોસ 11'માં સ્પર્ધક તરીકે દેખાઈ ચૂકેલા વિકાસ ગુપ્તાએ હાલમાં એક ચેરિટી ફેશન શો માટે રેમ્પ વોક કર્યું હતું. આ સમયે મીડિયા સાથે વાત કરતી વખતે તેણે વિવાદિત નિવેદન આપ્યું હતું.
વિકાસ ગુપ્તાએ કહ્યું છે કે હું સ્પષ્ટ રીતે માનું છું કે ભારત બેવડી માનસિકતા ધરાવતો દેશ છે. આપણે દેશને ભારત માતા કહીએ છીએ પણ જ્યારે મહિલાઓને સુવિધા તેમજ હક આપવાનો મુદ્દો આવે છે ત્યારે અહીં કોઈ જ સુવિધા નથી. કોઈ આ મામલે વિચારતું જ નથી. મહિલાઓને જો સમાન હક આપવામાં આવે તો પણ મોટો સુધારો આવી શકે છે.
પોતાના ઘરનું ઉદાહરણ આપતા વિકાસ ગુપ્તાએ કહ્યું છે કે મારા ઘરમાં પણ આવી અસમાન વ્યવહારની અનેક ઘટનાનો બની છે. મને યાદ છે કે ઘરમાં મારી બહેનનો જન્મદિવસ ઉજવવામાં નહોતો આવતો. મને જયારે આ વાતનો અહેસાસ થયો ત્યારે મેં ખિસ્સાખર્ચી બચાવીને એનો જન્મદિવસ ઉજવવાની શરૂઆત કરી હતી. વિકાસ ગુપ્તા પોતાનો અનુભવ જણાવતા કહ્યું છે કે મને યાદ છે કે મારી બહેન જ્યારે જોરથી હસતી હતી ત્યારે મારા દાદી હંમેશા એને ટોકતા હતા. મને લાગે છે કે ભારતના મોટા વર્ગે માનસિકતા બદલવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે