દીપિકાની સગાઈની વીંટી બની ચર્ચાસ્પદ, કિંમત સપનામાં પણ ન વિચારી શકાય એટલી

દીપિકા અને રણવીર સિંહના લગ્ન ભારે ધૂમધામથી ઇટાલીમાં સંપન્ન થઈ ગયા છે

દીપિકાની સગાઈની વીંટી બની ચર્ચાસ્પદ, કિંમત સપનામાં પણ ન વિચારી શકાય એટલી

મુંબઈ : દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન ભારે ધૂમધામથી ઇટાલીમાં સંપન્ન થઈ ગયા છે. દીપવીરે તેમના લગ્ન પછી ગઈ કાલે સોશિયલ મીડિયામાં તેમના લગ્નની તસવીરો શેયર કરી હતી અને એને બહુ જબરદસ્ત પ્રતિભાવ મળ્યો છે. કોંકણી અને સિંધી રિવાજ પ્રમાણે થયેલા આ લગ્નમાં દીપિકા અને રણવીર બંને જબરદસ્ત ખૂબસુરત લાગતા હતા. રણવીર-દીપિકાના વેડિંગ લૂક પર એના ચાહકો ફિદા થઈ ગયા હતા. 

દીપિકા અને રણવીરના લગ્નની આ તસવીરોમાં દીપિકાની એન્ગજમેન્ટ રિંગે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. દીપિકાની ત્રીજી આંગળી પર મોટી ડાયમન્ડની રિંગ જોવા મળશે. રણવીર સિંહે દીપિકાને આપેલી આ એંગેજમેન્ટ રિંગમાં મોટો ડાયમન્ડ છે. તેની કિંમત 1.3 કરોડથી 2.7 કરોડ હોવાની શક્યતા છે.

આ લગ્નમાં દીપિકાએ જે ચૂંદડી ઓઢી હતી તેના પર પણ સદા સૌભાગ્યવતી ભવઃ લખેલું હતું. તેની આ ચૂંદણી પણ તેને અનોખી આભા આપતી હતી. રણવીર અને દીપિકાના લગ્ન 14 નવેમ્બર અને 15 નવેમ્બરે યોજાયા હતા. પહેલા દિવસે કોંકણી વિધિથી લગ્ન થયા હતા જ્યારે બીજા દિવસે સિંધી રીતિ રિવાજથી લગ્ન કરવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news