ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાયા મહેશ ભટ્ટના અવસાનના સમાચાર !

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોશિયેશન (CINTAA)એ શુક્રવારે પોતાના ટ્વિટર પર એક ટ્વીટ કરી જેવા કારણે સોશિયલ મીડિયામાં ધમાલ મચી ગઈ હતી. 

Updated By: Sep 7, 2019, 03:05 PM IST
ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાયા મહેશ ભટ્ટના અવસાનના સમાચાર !

નવી દિલ્હી : સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોશિયેશન (CINTAA)એ શુક્રવારે પોતાના ટ્વિટર પર એક ટ્વીટ કરી જેવા કારણે સોશિયલ મીડિયામાં ધમાલ મચી ગઈ હતી. સિંટાએ મહેશ ભટ્ટ (Mahesh Bhatt)ના નિધન પર શોક પ્રગટ કરતી ટ્વીટ કરી હતી. બધા આ સાંભળીને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને ડિરેક્ટર મહેશ ભટ્ટ (Mahesh Bhatt)ને ટેગ કરીને નિધન પર શોક વ્યક્ત કરવા લાગ્યા હતા. આખરે મહેશ ભટ્ટની દીકરી પૂજા ભટ્ટ (Pooja B)એ તસવીર પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી છે કે તેના પિતાને કંઈ નથી થયું અને તેઓ સ્વસ્થ છે. 

મહેશ ભટ્ટના નિધનની અફવાને પગલે પૂજા ભટ્ટે પોતાના પિતાની તસવીર ટ્વીટ કરીને લખ્યું કે 'જે પણ આ અફવા ફેલાવી રહ્યા છે તેઓ હકીકતમાં ચિંતિત છે કે મારા પિતાને હાર્ટ એટેક આવ્યો છે અને તેમનું નિધન થઈ ગયું છે. જોકે તેઓ પોતાના જીવનની ભરપુર મજા માણી રહ્યા છે અને એ પણ લાલ જુતા પહેરીને.'

હકીકતમાં શુક્રવારે સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોશિયેશન (CINTAA)એ ગુજરાતી એક્ટર મહેશ ભટ્ટની તસવીર ટ્વીટ કરીને કહ્યું છે કે, સિંટા શ્રી મહેશ ભટ્ટજીના નિધન પર શોક વ્યક્ત કરે છે. આ ટ્વીટ પર મહેશ ભટ્ટના અવસાનના સમાચાર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયા. જોકે આ ટ્વીટ એટલી ભ્રામક હતી કે એમાં કોઈ ચોક્કસ જાણકારી નહોતી આપવામાં આવી. વળી, તેમના નામ પણ સમાન હોવાના કારણે લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે. 

મહેશ ભટ્ટ હાલમાં પોતાની ફિલ્મ સડક 2માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની બંને દીકરીઓ પૂજા અને આલિયા ભટ્ટ જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 10 જુલાઈએ રિલીઝ થશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક