Viral video : કાદર ખાનના મૃત્યુ પછી ભારે ઇમોશનલ પોસ્ટ મૂકનાર અમિતાભે માર્યો હતો તેમની પીઠમાં છરો?
કાદર ખાને એક વીડિયોમાં આવો આરોપ મૂક્યો છે
Trending Photos
મુંબઈ : 1 જાન્યુઆરીએ બોલિવૂડના સ્ટાર કાદર ખાનનું 81 વર્ષની વયે કેનેડામાં અવસાન થયું હતું. તેમના અવસાનથી આખો દેશ દુઃખમાં ડૂબી ગયો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ ટ્વિટ પર કાદર ખાનને શ્રદ્ધાંજલિ આપી હતી. કાદરખાન ગુજરી ગયા ત્યારે ગોવિંદાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કાદર ખાન ન માત્ર મારા ઉસ્તાદ હતા પણ પિતા સમાન હતા. તેમની સાથે કામ કરનાર દરેક એક્ટર તેમના સ્પર્શથી સુપરસ્ટાર બની ગયો. મારી વ્યથા હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. જોકે, ગોવિંદાની આ શ્રદ્ધાંજલિ વાંચીને તેનો દીકરો સરફરાઝ બરાબર અપસેટ થયો છે અને તેણે ઇન્ડસ્ટ્રીના બેવડા ધોરણો પર પ્રહાર કર્યો છે.
સરફરાઝે આરોપ મૂક્યો હતો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યોગદાન આપનારાઓ માટે કોઈને લાગણી રહી નથી. તે જ્યારે એક્ટિવ ન હોય ત્યારે તેમને અવગણી દેવાય છે. ટોચના કલાકારો રિટાયર કલાકારો સાથે માત્ર ફોટો પડાવવા પૂરતા દેખાય છે. સરફરાઝના ગુસ્સાને ટેકો આપતો કાદર ખાનનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં કાદર ખાને એક સમયના તેના મિત્ર અમિતાભ બચ્ચન પર તેમને ફિલ્મોમાંથી કઢાવી નાખવાનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું છે કે તેમણે અમિતાભને 'સર જી' કહેવાનો ઇન્કાર કરી દેતા તેમના સંબંધો બગડ્યા હતા. આ વીડિયોમાં તેમણે આડકતરો આરોપ પણ મૂક્યો છે કે અમિતાભના દબાણને કારણે તેમને રાતોરાત ફિલ્મમાંથી કાઢી નાખવાનો નિર્ણય કરી લેવામાં આવ્યો હતો.
કાદર ખાનના અવસાન પર અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને લખ્યું કે, કાદર ખાનનું અવસાન થયું. દુઃખદ અને નિરાશાજનક સમાચાર. મારી પ્રાર્થના અને સંવેદના.એક ઉત્તમ સ્ટેજ આર્ટિસ્ટ અને ફિલ્મોનું સંપૂર્ણ હુનર. મારી મોટાભાગની સફળ ફિલ્મોના શાનદાર લેખક, આનંદી સાથી અને મેથેમેટિશિયન.
T 3045 - Kadar Khan passes away .. sad depressing news .. my prayers and condolences .. a brilliant stage artist a most compassionate and accomplished talent on film .. a writer of eminence ; in most of my very successful films .. a delightful company .. and a mathematician !! pic.twitter.com/l7pdv0Wdu1
— Amitabh Bachchan (@SrBachchan) January 1, 2019
કાદર ખાનનો જન્મ 1937માં અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. તેમણે બોમ્બે યુનિવર્સિટીથી સંબદ્ધ ઈસ્માઈલ યુસુફ કોલેજથી ડિગ્રી લીધી હતી, 1970ના દાયકામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પગ મૂકતા પહેલા એમ.એચ સાબુ સિદ્દીક કોલેજ ઓફ એન્જિનિયરિંગ, મુંબઈમાં સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસરના રૂપમાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા. કાદર ખાને પોતાની ફિલ્મી કરિયરમાં 250થી વધુ ફિલ્મોમાં ડાયલોગ્સ લખ્યાં છે. તેમણે ડેબ્યુ વર્ષ 1973માં આવેલી દાગ ફિલ્મથી કર્યું હતું. આ ફિલ્મમાં તેમની ઓપોઝીટમાં રાજેશ ખન્ના હતા. એક ખાસ વાત એ છે કે, તે સમયની સુપરહીટ ફિલ્મ રોટીના ડાયલોગ્સ લખવા માટે રાજેશ ખન્ના અને મનમોહન દેસાઈએ તેમને 1.21 લાખ રૂપિયાની ફી આપી હતી. તે સમયે તેમની ફી વધુ ગણાતી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે