દીપિકા અને રણવીરે તેની ચાહક સાથે કરી મારામારી! જુઓ Video
સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો એક વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે
Trending Photos
મુંબઈ : હાલમાં બોલિવૂડમાં રણબીર અને દીપિકાની રિલેશનશીપ ચર્ચાસ્પદ બની છે. આ જોડી નવેમ્બર મહિનામાં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે. લગ્નના સમાચારો વચ્ચે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સિક્રેટ હોલિડે પર છે. મળેલી માહિતી પ્રમાણે બંને ફ્લોરિડામાં છે. બંનેનો વીડિયો સામે આવ્યો છે જેમાં એકબીજાનો હાથ પકડીને ફરતા જોવા મળી રહ્યા છે. જોકે, વિવાદાસ્પદ વાત એ છે કે જે ફેને રણવીર-દીપિકાનો આ વીડિયો બનાવ્યો છે તે તેની સાથે મારપીટ કરવામાં આવી. રિપોર્ટ્સ મુજબ આ વીડિયો રેકોર્ડ કરનારી ફેનનું નામ જૈનબ ખાન છે. આ બોલિવૂડ કપલે જૈનબ સાથે મારામારી કરી.
વીડિયોમાં આ કપલ હોલીડે પર જઈ રહ્યું છે. અચાનક એક ફેન આ બોલિવૂડ કપલને ઓળખી લે છે. ત્યારે જ તે બંનેને પૂછી રહી છે કે શું તે તેમની સાથે તસવીર ક્લિક કરી શકે છે? આ સાથે જ વીડિયો ખતમ થઈ જાય છે. હકીકતમાં એક ફોટોગ્રાફરે આ વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. એવામાં આ ફેન મહિલાએ તે પોસ્ટમાં પોતાની કમેન્ટ કરી. કમેન્ટમાં જ્યારે જૈનબે લખ્યું, મેં જ આ વીડિયો શેર કર્યો હતો. આ દરમિયાન તેમના દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો. આ ખૂબ ખરાબ એક્ટર્સ છે. ફેન આગળ લખે છે, તેમણે આજે એક ફેન ગુમાવી દીધી. હવે મારી નજરોમાં તેમની કોઈ ઈજ્જત નથી રહી. એવામાં આ કમેન્ટ વાંચ્યા બાદ વીડિયો શેર કરનારા ફોટોગ્રાફરએ ફેનને સમગ્ર વીડિયો વિશે પૂછ્યું. તો ફેને કહ્યું કે, આ સેલેબ્સના ચહેરા તરફ જુઓ તેમણે મારી સાથે ખરાબ વર્તન કર્યું છે. મારી પાસે એટલો સમય નહોતો કે હું આખો વીડિયો બનાવી શકું.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બંને નવેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. કેટલાક રિપોર્ટ પ્રમાણે બંનેના લગ્ન બેંગ્લોરમાં થશે તો કેટલાક રિપોર્ટમાં દાવો કરાયો છે તે દીપિકા-રણવીર ડેસ્ટિનેશન વેડિંગ કરવા માગે છે. આ કારણોસર લગ્ન માટે તેમણે ઈટલીનું લેક કોમો પસંદ કર્યું છે. બંનેએ ‘ગોલિયોં કી રાસલીલા: રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’માં સાથે કામ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે